________________
૪૪૨
તા. ૨૯-૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૭ પ્રવચન નં. ૩૧૨
રાજહૃદય ભાગ-૧૩
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૬૮૭. પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગ વચ્ચે વર્તતા જ્ઞાનીપુરુષને શી રીતે ઓળખવા ? અને કયા લક્ષણે ઓળખવા ? એ પ્રશ્ન પૂછ્યો છે. પોતે એ પ્રશ્ન પૂછ્યો છે. એ વિષયમાં કાલે કેટલોક વિષય ચાલી ગયો.
જ્ઞાનીને ઓળખવા છે તો એની પરિણતિથી ઓળખવા છે અથવા એના પિરણામથી ઓળખવા છે. જ્ઞાનીપણું એ એમની દશા છે, એ દશાને ઓળખવી છે. કઈ રીતે ઓળખવું ? અને ઓળખવા માટે ઓળખનારને કેવા લક્ષણો ઓળખવા મળે છે ? અત્યારે એ આપણો વિષય છે.
ઓળખવા માટેના બાહ્ય સાધનોનો જો વિચાર કરવામાં આવે તો સૌથી વધારે સાધન એમની વાણી છે. અને જો વાણી ઉ૫૨થી એમનું જ્ઞાનીપણું પ્રતીતમાં આવે તો એમની મુખમુદ્રા ઉ૫૨થી, એમના નેત્રો ઉ૫૨થી પણ જ્ઞાનીને વિશેષ પ્રતીતપણે સમજી શકાય છે. પણ જો એ વાણી ઉપરથી પ્રતીત આવી હોય તો. નહિતર જ્ઞાની શાંત મુદ્રામાં હોય પણ કોઈવાર અશાંત મુદ્રામાં પણ હોઈ શકે છે. અને એમ તો વાણીનો વિષય પણ એવો છે કે ભળતી વાણી, એવી જ વાણી જ્ઞાની ન હોય એની પણ હોય શકે છે. મુદ્રામાં પણ એવું થઈ શકે છે. નેત્રોનો વિષય તો એથી સૂક્ષ્મ છે. એટલે ભ્રાંતિ થવા યોગ્ય પરિસ્થિતિમાં બ્રાંતિ ક્યારે ન થાય ? કેમ ન થાય ? એ વિચારણીય વિષય છે, વિચા૨ ક૨વા યોગ્ય વાત છે.
એ વાત લીધી કે વાણી દ્વારા, પ્રથમ તો વાણી દ્વારા દેહાદિ સંયોગથી એમનું ભિન્નપણું એમના ભાવમાં વર્તે છે કે નહિ ? તેનું બાહ્ય સાધન તો વાણી છે. પણ વાણી અને ચેષ્ટાથી સંયોગમાં રહેલું જે શરીર અને બીજા સંયોગોથી એમનું ભિન્નપણું વર્તે છે. એવું ભિન્નપણું જો વ્યક્ત થતું હોય તો. વાણીમાં અને ચેષ્ટામાં ભિન્નપણું વ્યક્ત થતું હોય તોપણ જ્ઞાની ભિન્ન રહે છે, જ્ઞાયકપણાને લીધે.
આ વિષય નિર્જરા અધિકારમાં આચાર્યદેવે લીધો છે કે જ્ઞાયકપણાને લીધે