________________
૩૬૧
પત્રાંક-૬૭૯
પૂજ્ય ભાઈશ્રી :- હા, એવું છે. આ તો પત્રોમાં આટલું લખ્યું છે. નિવૃત્તિ ક્ષેત્રમાં એમનો પ્રત્યક્ષ સત્સંગ કરનારને કેટલો માલ મળતો હશે! એના કોઈપણ પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપતા હશે? એ વિચારવા જેવો વિષય છે.
મુમુક્ષુ - એક વચન પરથી ખ્યાલ આવે છે. પૂજ્ય ભાઈશ્રી:- હા, ઘણી વાતો લખી છે.
માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કપાયરહિતપણું જોઈએ. અને જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં કેવળજ્ઞાન હોય છે. આ સાબિત કર્યું. કષાયના અભાવમાં કેવળજ્ઞાન છે, કષાયના સદ્દભાવમાં કેવળજ્ઞાન નથી. માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણું અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે.’ માટે “એક સમય, એક પરમાણું અને એક પ્રદેશનો જેને અનુભવ થાય....” એ સાક્ષાત્-પ્રત્યક્ષ જાણી શકે એ કેવળજ્ઞાની છે એમ કહેવાની જરૂર નથી. એ કેવળજ્ઞાન હોય તો જ જાણી શકે નહિતર જાણી શકે નહિ.
- “જીવને વિશેષ પુરુષાર્થને અર્થે...” જુઓ ! એક સમયની શું કરવા વ્યાખ્યા કરી છે ? એક પરમાણુની શું કરવા વાત કરી છે ? પ્રયોજન શું ? તો કહે છે, જીવને વિશેષ પુરુષાર્થને અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે.' એમણે આ મહત્વની વાત કરી. આ રીતે જો એક સમય, એક પરમાણુ, એક પ્રદેશનું જ્ઞાન કષાયરહિતપણે થતું હોય તો કષાયરહિત થવાનો પુરુષાર્થ કરવાને અર્થે (આ વાત કહી છે). જેટલો ઉપયોગને તું શુદ્ધ કર, જેટલો કષાયનો અભાવ કરીને ઉપયોગ શુદ્ધ થાય એટલું જ્ઞાન નિરાવરણ થાય, જેટલું જ્ઞાન નિરાવરણ થાય એટલું એ જાણી શકે. આ એક સુગમ ઉપદેશ કર્યો છે. કષાયરહિત થવા માટે પુરુષાર્થ કરવાનો આ એક સુગમ સાધનનો ઉપદેશ કર્યો છે.
સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. એટલે આ મુદ્દામાં ત્રણેને સાથે આવર્યા છે. કેમકે એ ત્રણે કેવળજ્ઞાનનો જ વિષય થઈ શકે છે. કોઈ સકષાય જ્ઞાનનો એ વિષય થઈ શકતા નથી.
અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. જીવ અંતરવિચારમાં વર્તી શકે, અંતરવિચારમાં આવે, એની વિચારણા અંતરવિચારમાં પ્રવેશ પામે તેના માટે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત પ્રકારે વાતો કરી છે. અસંખ્યાત યોગ કહ્યા છે એટલે અસંખ્યાત રસ્તા બતાવ્યા છે. આમ કર તું... તું આમ કર.... તું આમ કર... જ્યાં જ્યાં ઊભો છે ત્યાં. અસંખ્ય પ્રકારના દોષમાં ઊભો છે તો