________________
૪૫૨
રાજહૃદય ભાગ-૧૩ મધ્યસ્થજ્ઞાનમાં જે વિષય સામે આવે છે (એમાં) જરા પણ પૂર્વગ્રહ વિના કે પક્ષપાત વિના મધ્યસ્થ રહેવું એટલે તટસ્થ રહેવું. જ્ઞાનનો સ્વભાવ જ મધ્યસ્થ રહેવાનો છે, તટસ્થ રહેવાનો છે. એવો જે સમ્યજ્ઞાનનો સ્વભાવ છે એ જ્ઞાનીને સહજપણે વર્તે છે. એટલે ગુણ-દોષના વિષયમાં ક્યાંય ભૂલ કરતા નથી. ગુણને દોષ ન કહે અને ઝીણામાં ઝીણા દોષને ગુણ ન કહે એવી મધ્યસ્થતા એમને વર્તે છે.
એકવાર કહ્યું હતું કે, ન્યાયાધીશ મધસ્થ રહીને ન્યાય તોળે છે ને ? આ તો સામાન્ય રીતે વાત કરીએ છીએ), અત્યારે છે એ પ્રકાર નથી લેવો. પૈસા લઈને ગમે તેવો ન્યાય આપે એ વાત નથી. પણ સામાન્ય રીતે જે ન્યાયાધીશ મધ્યસ્થ રહીને ન્યાય તોળે છે એવી મધ્યસ્થ રહેવાની બુદ્ધિ અને કેળવવી પડે છે. એની Practice કરેલી હોય છે. અમુક Practice કર્યા પછી એની પરીક્ષા લેવાય છે. પછી એને એ ખુરશી ઉપર બેસવાની રજા મળે. એલ.એલ.બી. થાય એટલે ન્યાયાધીશ થઈ જાય એવું નથી. પણ ન્યાયના વિષયમાં સમ્યજ્ઞાનીની તોલે Supreme court નો Judge હોય તોપણ આવી શકે નહિ. એટલો સૂક્ષ્મ ન્યાય કરવાની એની મધ્યસ્થબુદ્ધિ સમ્યજ્ઞાનની અંદર હોય છે.
એવી જે સરળતા, મધ્યસ્થતા, નિઃસ્પૃહતા. નિસ્પૃહતામાં અંતરંગ નિઃસ્પૃહતાનો વિષય લીધો હતો. સળંગપણે જ્ઞાની પોતાની પૂર્ણતા જોતા હોવાથી એને કોની સ્પૃહા હોય? અપૂર્ણને કાંઈક જોઈએ. પૂર્ણને કેમ જોઈએ ? “કૃપાળુદેવે” તો ઈશ્વરવાદીને આ દલીલ આપી છે. ઈશ્વરકર્તા-વાદીને. તમારા ઈશ્વરે જો આ જગતની રચના કરી તો એ જગતની રચના કરવાની એને ઇચ્છા થઈ ત્યારે કરી ? કે ઇચ્છા નહોતી થઈ ને એણે જગતની રચના કરી ? તો કહે, ના, ના. એમને લીલા કરવી હતી માટે એણે ગતની રચના કરી. લીલા કરવાની ઈચ્છા થઈ એ શું બતાવે છે ? એ બહુ સરસ દલીલ આપી છે. ઇચ્છા તેને થાય છે કે જેને પૂર્ણતા ન હોય તેને. અપૂર્ણતામાં ઈચ્છા થાય છે. જે ચીજ જોઈતી હોય એની ઇચ્છા થાય. એનો અર્થ કે એની પાસે નથી. તો ઈશ્વરને અપૂર્ણ તરીકે સ્વીકારવા તૈયાર છો ? તો કહે, ના અમારા ઈશ્વર તો પરિપૂર્ણ છે. તો પરિપૂર્ણતામાં ઈચ્છા ક્યાંથી આવી? એમ કહીને જરાક કડક શબ્દોમાં વાત કરી છે કે જે ક્ષત્રિય પુત્રે... ભગવાન મહાવીર સ્વામીને એવી રીતે લીધા છે. કેમકે તીર્થકરો તો બધા ક્ષત્રિય હોય છે. જે ક્ષત્રિય પુત્રે જગતકર્તાને ધડમૂળથી ઉડાવ્યો. ત્યાં આગળ ભાષા કડક લીધી છે. નહિતર આમ બહુ મૃદુભાષી છે. પણ આવી રીતે કોઈ વાત આવે તો જરાક