________________
૩૫૮
રાજહૃદય ભાગ-૧૩ પણ કષાય કહેવાય અને એ તીવ્રમાં તીવ્ર કષાય છે, વધારેમાં વધારે ખરાબ કષાય છે. બાકી જે ક્રોધ, માન, માયા છે, પ્રત્યાખ્યાનાવરણી, અપ્રત્યાખ્યાનાવરણી, સંજ્વલન અને એ બધાય કષાયનો ધર્મ જ જ્ઞાનને આવરણ કરવાનો છે. ગમે તે કષાય હોય એનો સ્વભાવ જ્ઞાનને આવરણ કરવાનો છે, આનંદનો આવરણ કરવાનો છે અથવા જ્ઞાન અને આનંદનું ખૂન કરવાનો છે. એટલે કોઈ એક જીવ બીજા જીવ ઉપર કષાય કરે છે, પોતા ઉપર તો કોઈ કરતો નથી, બીજા ઉપર કરે છે એ ખરેખર તો પોતાના આત્માને આવરણ કરે છે. હવે બીજા જીવને એના નિમિત્તે કષાય થાય તો એને પણ આવરણ થાય. પણ જો બીજો જીવ એમ કહે કે. ભાઈ ! મારે તો કાંઈ લેવા-દેવા નથી. એ બિચારો કષાય કરે છે એ ગાંઠનો સાબુ લઈને મારા કપડા ધોવા આવ્યો છે. શું આવ્યો છે ? સાબુ, સોડા એના લઈને આવ્યો છે અને કપડા મારા ધોવે છે. કેમ ? કે મારે એ પ્રકારનો કોઈ પાપનો ઉદય હશે, અત્યારે એમાં બિચારો નિમિત્ત પડે છે. હું તો એને બોલાવવા ગયો નથી પણ એ એમાં નિમિત્ત પડે છે.
મુમુક્ષુ - દેવું પૂરું થાય છે.
પૂજ્ય ભાઈશ્રી - એટલે પૂર્વકર્મને પ્રારબ્ધને શાંત કરે છે. જ્ઞાની તો પોતે પ્રારબ્ધને શાંત કરે છે. અને પેલો જે કષાય કરે છે એ નવા આવરણને બાંધે છે, એના જ્ઞાનને મૂંઢાવે છે.
મુમુક્ષુ - કોઈ સ્પષ્ટ સત્ય વાત હોય એ ન સમજાય તો સમજવું કષાયની તીવ્રતા છે. - પૂજ્ય ભાઈશ્રી :- હા. તો એ કષાય, અસરળતા બેય એની અંદર છે. કષાય એટલે કષાયથી અવરાયેલું જ્ઞાન છે, મલિન જ્ઞાન છે. વિપરિત જ્ઞાન છે અને મલિન જ્ઞાન છે.
કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે....... આદિમાં અસરળતા એ બધું આવી જાય છે. તેમ જ અસંખ્યાત સમયવતપણું ભજે છે.” આ જે અસંખ્યાત સમયવર્તીપણું ઉપયોગ છે એનું કારણ છે કે પોતે કષાયની સાથે જોડાયેલો છે. તે કષાયાદિને અભાવે એકસમયવર્તાપણું થાય છે. એક સમયના જ્ઞાન સાથે કષાયના અભાવને સંબંધ છે એમ જેણે જિનાગમની અંદર એક સમયનું સ્થાપન કર્યું છે એણે એ આશયથી સ્થાપન કર્યું છે કે કષાયનો અભાવ કરાવવાનો અમારો અહીંયાં આશય છે. એક સમયનું જ્ઞાન કરાવવા પાછળ શું આશય છે? કે