________________
પત્રક-૬૯
૨૯૫
ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.
અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કશાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષને શુષ્કશાનીનાં વચનો સાશ્યપણે જોવામાં આવ્યાથી બને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો. સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે.
પૂર્વબળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે; કેમકે ત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી વર્તમાન જ્ઞાનીપુરુષને સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે વર્તમાન જ્ઞાની' શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિવણ પણ સુલભ જ હોત.
૩. જિનાગમમાં મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી