________________
૩૦૫
પત્રક-૬૯ સ્પષ્ટીકરણ આ ગ્રંથમાં આ પત્ર સિવાય બીજે આટલું સરસ ક્યાંય નથી. આવી એક વિશેષતા છે.
સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીનો વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે,...” એ વાત તો પ્રશ્રકાર સોભાગભાઈએ લખી છે, કે બધા જીવોને જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં શું તફાવત હોય ? ભેદ એટલે શું અંતર હોય ? શું તફાવત હોય ? એ બધા જીવોને સમજાય જાય એ વાત કઠણ દેખાય છે. એવું તો બને એવું દેખાતું નથી. એવું બનતું જોવામાં પણ આવતું નથી. તમારી એ વાત યથાર્થ છે. હું પણ તમારા એ અભિપ્રાય સાથે સંમત છું.
કેમકે કંઈક શુષ્કશાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે...” આમાં શું છે ? કયાં તકલીફ થાય છે ? કે સામાન્ય જે લૌકિકજીવો છે એ લૌકિકજીવોને તો જ્ઞાનનો વિષય નથી, આત્માનો વિષય નથી, આત્મજ્ઞાનનો વિષય નથી. એટલે એની તો એવી વાણી નથી. પણ આત્મજ્ઞાનીના સંપર્કમાં ગયા હોય, આત્મજ્ઞાનના ગ્રંથોનું અધ્યયન કર્યું હોય અને એથી આત્મજ્ઞાન વિષયક જે કાંઈ વાણી આવી હોય એવી વાણી પોતે પણ બોલવાનું શીખે. એવી પદ્ધતિ, એવી Style, એવી ભાષા, એવા વચનો અને એવો પ્રકાર. એવો જ્ઞાનીના જેવો શુષ્કજ્ઞાની, અજ્ઞાની પણ ઉપદેશ કરે છે.
એટલે તેમના વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માની લે છે. એને સરખું લાગે છે. ફલાણા મહાપુરુષ છે, જ્ઞાની છે એ પણ આમ કહે છે, આ પણ આમ કહે છે, એવી જ રીતે કહે છે, એવી જ વાત કરે છે, બીજી વાત કરતા નથી. વાત સરખી કરે છે માટે આ પણ જ્ઞાની છે અને આ પણ જ્ઞાની છે. એવી રીતે વિચારે છે.
મુમુક્ષુ :- શુષ્કશાનીનું લક્ષણ શું?
પૂજ્ય ભાઈશ્રી :- આમાં કહેશે. એ વાત આવશે. શુષ્કશાનીનું લક્ષણ શું ? જ્ઞાનીનું લક્ષણ શું? બે વચ્ચે શું ફેર છે ? સ્થળ ફેર કેવા છે? સૂક્ષ્મ ફેર કેવા છે? ઘણી વાતો કરશે. વિષય જરા સારો વિચારવા જેવો આવ્યો છે. જીવ ભૂલો ન પડે. આ ગ્રંથનું તલસ્પર્શી અધ્યયન કર્યું હોય તો જીવ ભૂલો ન પડે.
શું કહે છે ? તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી..” સરખાપણું જોયાથી. શુષ્કશાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને... સામાન્ય મનુષ્યો તો જ્ઞાની માને