________________
૪૫૭
પત્રાંક-૬ ૮૭ આવવાનો છે.
એ વગેરે અનેક પ્રકારે જ્ઞાનીના નિશ્ચય લક્ષણો ઉપરાંત કેટલાક વ્યવહાર લક્ષણો પણ છે કે જેના ઉપરથી જ્ઞાની ઓળખી શકાય છે, સમજી શકાય છે અને જો એક વાર જ્ઞાની ઓળખાય તો જીવને એ જ્ઞાનદશા પ્રાપ્ત થયા વિના રહે નહિ. એવું એક સંસ્કારનું બીજ પડી જાય છે. ત્યાં પણ સંસ્કાર પડવાનો અવસર છે. જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની થયા વિના નહિ રહે તો સંસ્કાર તો પડવાના છે. જ્ઞાનદશા પણ આવ્યા વિના રહેવાની નથી. સ્વરૂપને ઓળખ્યા વિના રહેવાનો નથી અને નિર્વાણપદને પણ પામ્યા વિના રહેવાનો નથી. નિર્વાણપદ સુધીનો વિષય લીધો છે એમણે. એ પત્ર મળ્યો નથી પણ એક જગ્યાએ એ વાત બહુ સ્પષ્ટ આવે છે. આ બાજુ છે. ડાબા હાથ બાજુ ઉપર જ લીધું છે. નિર્વાણપદનું કારણ છે. અહીં સુધી રાખીએ.
પૂર્ણતાનું લક્ષ થયા પછી, મોક્ષાર્થીજીવ વિજાવલોકનમાં આવે છે, ત્યારે પ્રથમ તો પોતાના દોષને અપક્ષપાતપણે જોવે છે. - આ પ્રકારના અભ્યાસથી અવલોકન સૂક્ષ્મ થતું જાય છે, ત્યારે પોતાના કાર્યક્ષેત્રની મર્યાદાનો અનુભવ સમજાય છે, તે એવી રીતે કે, હું માત્ર ભાવરૂપી કાર્ય કરું છું, મારું કાર્યક્ષેત્ર અહીં સમાપ્ત થાય છે. પર પદાર્થના કાર્ય કરવાનો ઉદય ભાવ થાય છે. પરંતુ મારી પહોંચે તે પરમાં નથી. તેથી પરનું કાર્ય કરવું અશક્ય દેખાય છે, તેથી તે ઉદય ભાવનું જોર ટી જાય છે. આ પ્રકારના અભ્યાસથી પરની કતબદ્ધિ, ભોક્તાદ્ધિ મોળી પડતી જાય છે, દેહના કાર્યોમાં પણ એવો જ અનુભવ થતો દેખાવાથી દેહાત્મબુદ્ધિ પણ મંદ પડતી જાય છે, સુખબુદ્ધિ અને આધારબુદ્ધિ પણ મોળી પડવાથી, દર્શનમોહનો અનુભાગ સારા પ્રમાણમાં ઘટતો જાય છે – એકત્વ પાતળું પડતું જાય છે.
(અનુભવ સંજીવની-૧૫૬૩)