________________
૪૨૮
તા. ૨૮-૪-૧૯૯૧, પત્રાંક – ૬૮૭ પ્રવચન નં. ૩૧૧
રાજહૃદય ભાગ-૧૩
પોતે ગયો હોય કે કોઈના કહેવાથી પરિચયમાં ગયો હોય, કોઈપણ ભેદ હોય. સામે જ્ઞાનીપુરુષ છે એ પરિગ્રહ સંયોગાદિ વચ્ચે છે અને બીજા ઇચ્છક મનુષ્યોની જેમ જ પ્રવૃત્તિ કરતા જોવામાં આવે છે. આટલી વાતમાંથી જ્ઞાનીને ઓળખવા માટેનો એમણે જે વિષય ઉપાડ્યો છે એ વિષય કોઈપણ મુમુક્ષુજીવ માટે ઘણો મહત્વનો છે.
પ્રથમ પ્રશ્ન એ છે કે કઈ રીતે ઓળખવા જોઈએ ? ઓળખવાની રીત કઈ હોવી જોઈએ ? આ એક મહત્વનો વિષય છે. તો જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એની ઓળખવાની રીત એવી હોય છે કે મારે માત્ર જ્ઞાનીપુરુષનું જ્ઞાનીપણું જ જોવું છે અને એ સિવાય બીજું કાંઈ મારે જોવું નથી. કેમકે ઓળખવાની તીવ્રતા જેને વર્તે છે, ઓળખવાની જિજ્ઞાસા જેને વર્તે છે અને એમાં એને માત્ર જ્ઞાનીપણું ઓળખવું છે. બીજું કાંઈ જોવું નથી.
બીજું કાંઈ જોવું નથી એટલે શું ? કે એના ઉદયમાં કેવો ઉદય વર્તે છે એ મારે જોવું નથી. કેવું શરીર છે ? પ્રતિભા સંપન્ન શરી૨ છે ? કે સાવ કોઈપણ જાતનું વ્યક્તિત્વ ન હોય એવું શરીર છે ? પછી ભાષા એની બહુ સારી છે. સારી રીતે સમજાવી શકે એવી ભાષા સારી છે, સૌમ્ય છે કે એ ભાષામાં બરાબર નથી સમજાવી શકે એવો પ્રકાર છે ? નિર્ધન છે કે તવંગર છે ? સુરૂપ છે કે કુરૂપ છે ? પરિગ્રહ છે કે નથી ? ત્યાગી છે કે નથી ? વિદ્વાન છે કે નથી ? આવું કાંઈ જોવું નથી.
જોવાની રીતમાં શું વાત છે... કે એમના ઉદયમાં જેટલું કાંઈ છે એ ઉદયનું જોવાનું સાવ બંધ કરીને કોઈ એવો દૃષ્ટિકોણ અપનાવે છે કે આ પુરુષમાં જ્ઞાનીપણું તે શું પણ ? એના આત્માની દશામાં જ્ઞાનીપણું શું ચીજ છે ! એટલું જ જોવું છે. એ વિષયમાં આપણે એ વિચાર્યું હતું કે એવો ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુજીવ જોવાની રીતમાં જો એવો દૃષ્ટિકોણ અપનાવે, રીતનો વિષય ચાલે છે, કે આ જીવને,