________________
૩૦૪
રાજહૃદય ભાગ-૧૩ પોતાને જ વેદે, એટલા અંશે જો વિકાસ થાય તો “સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે. સર્વજ્ઞશક્તિ ત્રિકાળ છે. તેનું વેદન થયું. એક ન્યાયે તેનું પણ વેદન થયું. કેમકે અવલંબન તેનું છે. એટલે “સર્વજ્ઞ શક્તિના આધારે...” અવલંબને સ્વસંવેદન થયું છે, પુણ્ય-પાપના આધારે જ્ઞાન થતું નથી.” કે થયું નથી. એટલે જ્યાં સુધી જીવને અનાદિથી રાગના આધારે જ્ઞાનનું પરિણમન છે ત્યાં સુધી સ્વસંવેદન થતું નથી. જ્યારે એ સ્વભાવના અવલંબને આવે છે ત્યારે જ્ઞાન, જ્ઞાનને વેદતું પ્રગટ અનુભવગોચર થાય છે અને એ સર્વજ્ઞશક્તિને પ્રગટ કર્યા વિના નહિ રહે.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી:- હા. એટલે એ પોતે જ્ઞાની એમ કહે છે કે મારો ઉપયોગ તો હવે આત્માને જ અવલંબને છે.
મુમુક્ષુ – વસ્તુનું સ્વરૂપ એ છે. અજ્ઞાનીને નથી મળતું પણ જ્ઞાની તો વેદે છે, અનુભવે છે.
પૂજ્ય ભાઈશ્રી – વેદન અપેક્ષાએ એમ લેવાય કે ઉપયોગમાં તો ઉપયોગનું જ વેદન છે. જે ૧૭-૧૮ ગાથામાં લીધું કે આબાળ-ગોપાળને અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. પણ એનું લક્ષ પર ઉપર હોવાથી એને પોતાના વેદનનો તિરોભાવ વર્તે છે. તિરોભૂત થઈ જાય છે. આવિર્ભત હોય તો એને ખબર પડે છે. પણ આવિર્ભૂત નહિ થવાને લીધે એને પોતાને એ વિષયનો
ખ્યાલ નથી. એને અજ્ઞાન કહેવામાં આવે છે. એ રીતે અહીંયાં પહેલો પ્રશ્ન નિરાવરણ જ્ઞાનસંબંધીનો છે એને સ્પષ્ટ કર્યો છે.
બીજો પ્રશ્ન એમણે જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં શું તફાવત હોય ? કેવા પ્રકારનો તફાવત હોય ? જે વાણી દ્વારા જ્ઞાની-અજ્ઞાની ઓળખી શકાય છે એવો એ વાણીનો પ્રકાર છે કે જેને લઈને કહેનાર જ્ઞાની છે કે કહેનાર અજ્ઞાની છે એવી ઓળખાણ થઈ શકે છે. તો કયા મુદ્દા ઉપર એ ઓળખાણ થઈ શકે છે ? બે જુદા પાડી શકાય છે? એ વિષય આ પત્રની અંદર બહુ સારો આવ્યો છે. પાંચ Paragraphમાં એમણે આ ઉત્તર લખ્યો છે. આ પ્રશ્નોના ઉત્તરમાં એમણે પાંચ Paragraph લખ્યા છે. બહુ સારી વાત ખોલી છે. લગભગ આવી વાત, આવું સ્પષ્ટીકરણ આ ગ્રંથ સિવાય બીજા કોઈ શાસ્ત્રમાં મળતું નથી. જે શાસ્ત્ર આપણે વાંચીએ છીએ, અધ્યયન કર્યું છે એ જોતા આ વાણી સંબંધીનું, જ્ઞાનીની વાણી કેવી હોય અને અજ્ઞાનીની વાણી કેવી હોય અને એને કેવી રીતે ઓળખી શકાય એ