________________
૩૨૬
રાજહૃદય ભાગ-૧૩
લાગેલો છે, આત્મહિતની પાછળ એની તાલાવેલી છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુની. એટલે આત્મહિતનો રણકાર છે એને એ પકડે છે. અને જેમાં આત્મહિતની વાત છે પણ બોદી લાગે છે. ‘સોગાનીજી’એ ન કહ્યું ? ‘હમકો તેરી વાણી કાગપક્ષી જૈસી લગતી હૈ.' શું કહ્યું ? શુષ્કજ્ઞાની કોઈ એવી નિશ્ચય પ્રધાનતાની વાત કરે છે તો કહે શું કહ્યું ? ‘હમકો તેરી બોલી કાગપક્ષી જૈસી લગતી હૈ.’ જુદી જુદી રીતે કેવી કેવી વાતો કરી છે ! જ્ઞાનીઓએ પણ જુદી જુદી રીતે ઘણી વાતો કરી છે. એમ એની વાણીમાં ફેર પડી જાય છે.
મુમુક્ષુ :– ભાવમાં જોર ન હોય.
=
પૂજ્ય ભાઈશ્રી :– ભાવમાં કાંઈ ન હોય. ભાવમાં ખાલી હોય. જેને પદાર્થ દેખાતો નથી એને તો અનાદિનું અંધપણું છે. એ પદાર્થની વાત કરે તો એ પદાર્થ સામે હોય અને વાત કરે અને પદાર્થ જોયા વિના વાત કરે એમાં ઘણો ફરક છે.
‘ધર્મદાસજી ક્ષુલ્લકે’ દૃષ્ટાંત આપ્યું છે ને ? કે એક કૂતરો ચોરને જોઈને ભસે છે. બીજી શેરીવાળાને ખબર પડે છે કે આ કો'ક ચોરને જોયો લાગે છે. નહિતર આવી રીતે ભસે નહિ. એની ભસવા-ભસવાની Style હોય છે. ચોરને જોઈ ગયો હોય તો જ આવી રીતે ભસે. એ શું ક૨વા ભસે છે ? બીજાને જગાડવા માટે. એટલે એ પણ એવી જ પ્રવૃત્તિ કરે છે. બીજાને જગાડવા માટે એ પણ એવું જ ભસવા માંડે છે. તોપણ જે ચોરને જોઈને ભસે છે અને ચોરને જોયા વગર ભસે છે, એને ત્રીજો કૂતો સમજી શકે, કે આ બે ભસે છે એમાં એક જોઈને ભસે છે, એક જોયા વગર ભસે છે. એ એની ભાષા સમજે છે એટલે. એ સમજી શકે છે કે આમાં બે ભસે છે પણ એક જોઈને ભસે છે, એક જોયા વગર ભસે છે. બેમાં ફેર છે. કેમકે એ ભાવની ભીંસ એમાં આવે નહિ.
‘આનંદઘનજી’એ ગાયું છે ને ? મહિમા મેરુ સમાન જિનેશ્વર.' કેવો મહિમા ભાસે છે ? મેરુ સમાન મહિમા જેને ભાસે છે. એની વાણીમાં સ્વરૂપનો મહિમા અછાનો રહે નહિ. અને જે મેરુ સમાન આવો મહિમા હોવા છતાં કાંઈ જેને ભાસતું નથી એ એના શબ્દો કહે તો ક્યાંથી આવે ? આનંદઘનજી શ્વેતાંબરમાં હતા તોપણ આવી વાત છે એ કાંઈક એમની બીજા પ્રકારની વિશિષ્ટતાને પ્રસિદ્ધ કરે છે. એમની કોઈ અસાધારણ યોગ્યતાને એ પ્રસિદ્ધ કરે છે.
મુમુક્ષુ :- માર્ગાનુસારી કહેવાય ?
=
પૂજ્ય ભાઈશ્રી :- હા. કહી શકાય, ચોક્કસ કહી શકાય. અને એવા જીવો