________________
૪૦૫
પત્રાંક-૬૮૧ કોઈને પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે.
જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે.” તે કારણે પોતાના પરિણમનનું છે. પોતાનું જ પરિણમન છે એ એટલા બાહ્યાકાર વિકલ્પો, બાહ્ય વિકલ્પોમાં આવી શકે એવી સ્થિતિમાં એ પરિણમન નહિ હોવાથી એ કારણનો અહીંયાં યોગ છે, એ કારણ અહીંયાં જોડાયેલું છે કે જેને લઈને બાહ્ય પ્રવૃત્તિમાં અવાતું નથી. જે કરાયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દૃષ્ટિ કરતાં.. એટલે એ કારણયોગને વિચારતાં હજી પણ કેટલીક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે.' હજી આમનેમ આ પરિણતિ ચાલુ રહેશે એમ લાગે છે. કે બહાર નીકળાશે નહિ. બહાર નથી નીકળી શકતા એમ કહે છે. એવી પ્રવૃત્તિમાં અમે આવી શકતા
નથી.
વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે.” એટલે કુંવરજીભાઈ એમ લખે છે કે આપના કલ્યાણકારી વચનો વાંચવાની મને ઘણી જિજ્ઞાસા છે. એમ એમણે પૂછાવ્યું છે. તમને વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા રહે છે. તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થયાસીને તમે જણાવશો.” એટલે “અંબાલાલભાઈને તમે જણાવજો. “ખંભાતમાં “અંબાલાલભાઈ એ પ્રવૃત્તિ સંભાળતા હતા. તો તમે એને જણાવશો. એ પ્રવૃત્તિમાં નથી પોતે. કેમકે ઘણા માણસોની સાથે એ પ્રવૃત્તિ કરવી પડે તો એટલી બધી પ્રવૃત્તિ પોતે કરી શકે એવું હતું નહિ. એ તો કાગળની પહોંચ નહોતા લખી શકતા, બીજી ક્યાં વાત કરવી. એટલે કહે છે, તમે એમને જણાવશો.
તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું. એ પ્રસંગ.. અમે તમને કહીએ છીએ કે ત્યાંથી મગાવી લ્યો. એટલે અમને પૂછાવશે ખરા. કેમકે એ કૃપાળુદેવની આજ્ઞા વગર કોઈને એમના પત્રો મોકલતા નહિ. એ Circulate કરતા પણ એમની આજ્ઞાથી કરતા હતા. એમને પૂછાવશો તો પ્રસંગયોગ્ય એટલે કે લખીશું કે ભાઈ ! અત્યારે એમને આ આપજો, આ નહિ આપતા. પ્રસંગયોગ્યનો અર્થ કે તમારી યોગ્યતા પ્રમાણે લખીશું.
કદાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશો.” આ એક કાગળ છે એમ સમજીને નહિ વાંચતા.