________________
૧૨૭.
પત્રાંક-૬૫૭ સહજ પરિણમન ભાવલિંગ મુનિદશા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સહેજે સહેજે એમ જ પરિસ્થિતિ હોય. તો જેને એ દશાએ પહોંચવું છે અને સર્વ સંગ છોડીને પ્રવર્તવું એ જ એને અનુકૂળ છે. સંગમાં રહેવું તે તેને અનુકૂળ નથી.
આગળ પણ એમણે એ જ વાત કરી છે. ૬પ૩માં જે “લલ્લુજીનો ગયો પત્ર છે કે, “આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે.” એમને તો પત્ર લખ્યો છે, એમને તો કાંઈ કુટુંબ-પરિવાર નથી કે દુકાન બજારમાં કોઈના સંગે જવાનું નથી. છતાં એમને એમ કેમ લખ્યું ? કે તમે એવો જ સંગ રાખજો એટલે સત્સંગ રાખજો કે જે આત્માના કલ્યાણમાં હેતુભૂત હોય. એવા જ જીવોનો સંગ રાખજો. એ સિવાય બીજા જીવોનો સંગ તમારે રાખવા યોગ્ય નથી. કેમકે એ એમને ખ્યાલ હતો કે ઉપાશ્રયમાં કે જ્યાં ઉતર્યા હોય ત્યાં ઘણા લોકો પરિચયમાં આવે છે અને જેનો સંગ ન કરવા યોગ્ય હોય એવા જીવોનો પણ સંગ કરાતો હોય છે અને એમને તો એ જ નુકસાનનું કારણ છે. બીજાને જેમ કુટુંબપરિવાર નુકસાનનું કારણ છે એમ જેણે દીક્ષા લીધી છે અને આવા જીવોનો સંગ કરવો એ નુકસાનનું કારણ છે.
મુમુક્ષુ – સંગ બાબતમાં....
પૂજ્ય ભાઈશ્રી - ઘણું વજન છે, ઘણું વજન છે. સંગ ઉપર ઘણું વજન છે. મુમુક્ષજીવે આત્મહેતુભૂત સંગ રાખવો. બસ ! એ General વાત કરી. પછી એ ગૃહસ્થ હોય કે ત્યાગી હોય પણ આત્મહેતુભૂત સંગ રાખવો, એ સિવાયનો સંગ રાખવો નહિ. એટલે તમે એમ કે સર્વસંગ પરિત્યાગ કર્યો છે એ ઉપકારી છે, પણ આત્માના કલ્યાણના હેતુથી એ અસંગપણું વિચારવામાં આવે અથવા પાળવામાં આવે તો. નહિતર નહિ.
એમ જાણીને જ્ઞાની પુરુષોએ ‘અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોધ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે....” પરમાર્થથી એટલે વાસ્તવિકપણે. જોકે વાસ્તવિકપણે સર્વસંગપરિત્યાગ કયારે થાય ? કે આત્માને પોતાના સ્વરૂપનો, અસંગતત્ત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય ત્યારે. અને એ દશામાં પણ એ વીતરાગતામાં આગળ વધે ત્યારે. મુનિદશા તો વિશેષ વીતરાગતાની છે. આત્મજ્ઞાન થવા ઉપરાંત, યથાર્થ બોધ એટલે આત્માનો યથાર્થ બોધ એવું જે આત્મજ્ઞાન, તે ઉત્પન્ન થયા પછી પણ જીવ વિશેષ વીતરાગતામાં આવે, ત્યારે પરમાર્થથી સર્વસંગપરિત્યાગ પ્રાપ્ત થવા યોગ્ય છે. જીવને સંગ રુચે જ