________________
૩૨૦
જહૃદય ભાગ-૧૩ મારા સ્વરૂપને ભજે છે. સ્વરૂપરૂપે થઈને સ્વરૂપપણે ભજે છે. એવું જે જ્ઞાન એ જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહીએ.
હવે એને નિરાવરણ શું કરવા કીધું ? ઓલું આવરણ ન લીધું અને આ આવરણ શું કરવા લીધું? આવરણ એટલે આડશ. આવરણ એટલે આડશ. એક પડળ આડું આવી જાય. જેમ આંખમાં અંદરમાં કોઈ પડળ આવી જાય, અંદરમાં કચરો કે બીજું, ત્રીજું, તો આંખ જોવાનું કામ ન કરી શકે. એમ પોતાના સ્વરૂપને પોતે અનુભવી શકતો નથી, વેદી શકતો નથી ત્યારે એને પોતાના સ્વરૂપને અનુભવવા માટેનું કોઈ આવરણ છે. ભલે એ ભાવ આવરણ છે. પણ એ ભાવઆવરણ જ્યાં સુધી ખસતું નથી ત્યાં સુધી એ જ્ઞાન નિરાવરણપણાને પામ્યું નથી. પોતાનું સ્વરૂપ કેવું છે કે જેને ખબર નથી, એવો એક ભાવનો પડદો, મિથ્યાભાવનો પડદો આડો છે. એ જીવને આવરણ છે. એ આવરણ ખસે ત્યારે જ્ઞાન નિરાવરણ થયું કહેવાય. એ અપૂર્વ નિરાવરણતા છે. જ્ઞાનાવરણી વધઘટ થાય અને ખસે એ પૂર્વાપર નિરાવરણતા છે. એવો અનંત વાર મનુષ્ય થયો, અનંત વાર એકેન્દ્રિય થયો, અનંત વાર પાછો મનુષ્ય થયો.
મુમુક્ષુ - મિથ્યાત્વનું મોટું આવરણ છે.
પૂજ્ય ભાઈશ્રી :- મિથ્યાત્વનું, અજ્ઞાનનું મોટું આવરણ છે. અને એ પરપદાર્થને સ્વપણે, અહંપણે પોતારૂપે અનુભવે છે એ જ ભાવ છે, બીજો કોઈ ભાવ નથી. એ મિથ્યાત્વભાવ અથવા અજ્ઞાનભાવ શું છે ? કે શરીરને અને શરીર સિવાયના બીજા પ્રારબ્ધયોગે સંયોગમાં રહેલા પદાર્થોને પોતાપણે જાણે છે, અનુભવે છે, સ્વીકારે છે. તે જ એને સ્વાનુભૂતિમાં આવરણ છે.
મુમુક્ષુ :- આવરણ એટલે વ્યવહારનય... પૂજ્ય ભાઈશ્રી:- નહિ. આવરણ એટલે શું કે પોતાના.. મુમુક્ષુ:- વ્યવહારથી આવરણ છે એમ ?
પૂજ્ય ભાઈશ્રી - પર્યાયમાં જે આવરણ છે એ પર્યાય અપેક્ષાએ વ્યવહાર છે અને પોતાના જ પરિણમનમાં એ દોષ છે માટે એ અશુદ્ધનિશ્ચય પણ છે. વ્યવહાર પણ છે અને અશુદ્ધનિશ્ચય પણ છે. શુદ્ધનિશ્ચય નથી. શુદ્ધનિશ્ચયમાં પોતાનો શુદ્ધ આત્મા છે. એ નિરાવરણજ્ઞાન સંબંધીનો જે પ્રશ્ન છે એનો ઉત્તર આપ્યો છે.
બીજો પ્રશ્ન છે એ જ્ઞાની-અજ્ઞાનીની વાણી સમજવા સંબંધીનો છે. શાસ્ત્રજ્ઞાનવાળા એવું જ કહે તોપણ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? એ કેવી રીતે અમને