________________
४०८
રાજહૃદય ભાગ-૧૩ આપણે વિચારીએ. કોઈ સાધકજીવ થયા, ધર્માત્મા થયા એણે કેવી રીતે માર્ગ પ્રાપ્ત કર્યો ? કે એ એક આત્મકલ્યાણની તીવ્ર ભાવનામાં આવ્યા. પરિપૂર્ણ શુદ્ધિની ઉત્કૃષ્ટ ભાવનામાં આવ્યા, ઉત્કૃષ્ટ મુમુક્ષતામાં આવ્યા પછી માર્ગ પ્રાપ્ત કર્યો. માર્ગ પ્રાપ્ત કર્યા પછી રસ્તો બદલી નાખે? જે પોતાના ઉત્કૃષ્ટ આત્મકલ્યાણના ધ્યેયથી માર્ગ પ્રાપ્ત થયો, હવે માર્ગ પ્રાત્ય થયો પછી ફેરફાર કરી નાખે ? માર્ગથી ચુત, થઈ જાય. એ માર્ગમાં રહી શકે નહિ. એટલે એ જ માર્ગમાં તો મુમુક્ષુ કહેવા કરતા પણ એથી વધારે અંતર પુરુષાર્થથી એ માર્ગમાં આગળ વધે અને એમાં થોડો અવકાશ રહે તો બીજાને માર્ગ ચીંધે. ભાઈ ! જુઓ ! હું આ માર્ગે ચાલું છું. આ આત્મશ્રેયનો અને આત્મકલ્યાણનો માર્ગ આ પ્રકારે છે. તમને પણ ઠીક લાગે, અનુકૂળ લાગે તો ચાલ્યા આવો. ચાલ્યા આવવા જેવું છે, આત્મકલ્યાણ થાય એવું છે. નહિતર તમારા ભાવ જેવા હોય, તમે જાણો. હું તો મારા રસ્તે ચાલ્યો જાઉં છું. એ રીતે.
તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે; છતાં. છતાં કરીને વાત લખી છે. જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે. એટલે આત્માની ઉન્નતિનું જે કારણથી આ સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે એ સ્થિતિમાં આત્માને વેદવા યોગ્ય લાગે છે, આત્માના અનુભવમાં રહેવા યોગ્ય લાગે છે, બીજી પ્રવૃત્તિમાં પડવા જેવું અમને લાગતું નથી.
એ ૬૮૨ની અંદર એટલી વાત વિશેષ આવી છે કે પોતાને એક બાજુ દશા છે અને એક બાજુ બીજાનું આત્મકલ્યાણ છે. બંને સુંદર કાર્યો છે. એકમાં સ્વનું કલ્યાણ છે, એકમાં પરનું કલ્યાણ છે. તોપણ પ્રાધાન્ય સ્વના કલ્યાણનું છે, પ્રાધાન્ય પરના કલ્યાણનું નથી. આમ છે. અને જે પરકલ્યાણની મુખ્ય પ્રવૃત્તિ કરતા દેખાય એવા તીર્થકરાદિ પુરુષો હોય, તીર્થંકરદ્રવ્ય હોય તોપણ એમને અંતરમાં તો આમ જ છે.
મુમુક્ષુ – પોતાનું જ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી – એ પોતાની મુખ્ય આત્મકલ્યાણની દશામાં વર્તી રહ્યા છે. પણ પુણ્યયોગે એમને અવકાશ વિશેષ છે. અને એટલું સામર્થ્ય છે કે આત્મકલ્યાણનો ત્યાગ કર્યા વિના એ પરકલ્યાણની પ્રવૃત્તિ પણ કરી શકે છે. એવું એમનું એક સામર્થ્ય પણ છે. જ્યારે બધા જ્ઞાનીઓનું એવું સામર્થ્ય ન પણ હોય. એ બાહ્યપ્રવૃત્તિ કરવા જતા પાછા પોતાને બીક લાગે અથવા પોતાને એમ લાગે કે આ