________________
૧૬ ૨
રાજય ભાગ-૧૩
કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહારસંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.
પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે.
શ્રી ડુંગરની ઇચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા હતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે.
પ્રણામ.
૬૬૪મો પત્ર “સૌભાગ્યભાઈ' ઉપરનો છે. “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. જુઓ ! એ પણ મુનિદશાની જ એમની ભાવના છે. એ વારંવાર સહજપણે વ્યક્ત થઈ જાય છે. આ સંસાર કેવો છે? કે “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ....” છે. સંસારમાં કોઈ જીવ એવો નથી કે જે નિર્ભયતાથી રહી શકે. જેને જે પ્રકારના પુણ્યનો યોગ હોય તેને પ્રતિપક્ષમાં તે જ પ્રકારના પાપના ઉદયનો ભય સતાવ્યા વિના રહે નહિ. અને એ દુઃખદાયક પરિસ્થિતિનું નામ જ સંસાર છે. પુણ્યના ઉદયમાં પણ જીવો દુઃખી છે, પુણ્યના ઉદયકાળે પણ જીવો દુઃખી છે અને પાપના ઉદયકાળે જીવો દુઃખી છે એ કોઈ સમજાવવાની જરૂર નથી. આમ એકાંતે દુઃખના સ્થાનકરૂપ આ સંસાર છે. ભયના સ્થાનકરૂપ કહો કે દુઃખના સ્થાનકરૂપ કહો, એ તો બંને એક જ વાત છે.
એવા “આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. ફક્ત. એ સંસાર પ્રત્યે ઉદાસ થવું, સંયોગો અને જે કોઈ પ્રકારના ઉદયો આવે તે પ્રત્યે ભિન્નપણું અનુભવ કરીને નિરસ થવું. તે તે સંયોગોથી આ આત્માનું સર્વથા ભિનપણું છે.