________________
પત્રાંક-૬૭૯
૩૪૫ જાણે કે નાશ પામી ગઈ હોય એવી પરિસ્થિતિ દેખાય તો એમાં કાંઈ અમને આશ્ચર્ય લાગતું નથી.
મુમુક્ષુ - સામાન્ય ચારિત્ર એટલે શું કહેવા માગે છે?
પૂજ્ય ભાઈશ્રી :- સામાન્ય આત્મચારિત્ર એટલે ચોથું ગુણસ્થાન પણ કોઈક જીવને આવે છે. સામાન્ય આત્મચારિત્ર છે. જે છઠ્ઠા ગુણસ્થાનમાં મન:પર્યયજ્ઞાનની લબ્ધિ પ્રગટ કરે એ તો વિશેષ આત્મચારિત્ર છે, મુનિદશાનું ઉગ્ર આત્મચારિત્ર છે. આ તો સામાન્ય છે એ પણ કોઈક જીવને હોવા યોગ્ય છે.
‘તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ,” એટલે મનપર્યયજ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એટલે એને ઉપમાવાચક ન ગણવું. બરાબર એવું જ્ઞાન પ્રગટી શકે છે અને એ જ્ઞાનનું સામર્થ્ય છે. “આત્મસ્વરૂપ વિચારતાં તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી.” આત્મામાં તો એટલી બધી શક્તિ છે. જ્ઞાનશક્તિ જે કેવળજ્ઞાન પર્વતની સર્વજ્ઞશક્તિ છે એ જોતા તો કાંઈ મન:પર્યયજ્ઞાન પ્રગટે કે ન પ્રગટે એવું કાંઈ અસંભવિતપણું જરાય લાગતું નથી. એવી શક્તિ, આત્માનું સામર્થ્ય આત્મસ્વરૂપ વિચારતા દેખાય છે.
મુમુક્ષુ – અજ્ઞાની હોય એને ક્ષયોપશમ તીવ્ર હોય તો સામાના મનની વાત કરી જ દે છે તો આનો એક અંશ ઉઘાડ ખરો?
પૂજ્ય ભાઈશ્રી - ના એ અનુમાન છે. પેલું પ્રત્યક્ષ જ્ઞાન છે. મન:પર્યયજ્ઞાન છે એ પ્રત્યક્ષજ્ઞાન છે.
મુમુક્ષુ :- એની જાત જ જુદી?
પૂજ્ય ભાઈશ્રી – હા. જાત જ જુદી છે. આ પરોક્ષ છે. અનુમાનજ્ઞાન છે એ શ્રુતજ્ઞાનનો ભેદ છે અને એ પરોક્ષજ્ઞાન છે.
મુમુક્ષુ – “શ્રીમદ્જીને અનુભવ થયા પહેલા નાની ઉંમરમાં સામાના મનની વાત જાણી લે.
પૂજ્ય ભાઈશ્રી :- એ અમુક પ્રકારની એમની તો વિશુદ્ધિ હતી પણ મનપર્યયજ્ઞાનની નહિ. કેમકે મન:પર્યયજ્ઞાન મુનિદશા સિવાય...
મુમુક્ષુ :- મન:પર્યયજ્ઞાન નહિ હોય પણ એ કયા જ્ઞાનના બળથી એટલું બધું...?
પૂજ્ય ભાઈશ્રી - એવું છે કે લબ્ધિઓના અનેક પ્રકાર છે. અસંખ્ય પ્રકારની