________________
૩૫૨
રાજહૃદય ભાગ-૧૩ બધો અભ્યાસ કરે, એટલું બધું એને જાણવાનું મળે. જ્ઞાનમાં કયાંય ગડદી થાય છે ? કે હવે મારા જ્ઞાને એટલું બધું જાણ્યું કે હવે નવું જાણવાની જગ્યા જ નથી રહી. હવે અંદર કાંઈ માતું નથી. ઊલટાનો જે જાણનારો છે એ એમ કહે છે કે હજી જણાય તો સારું... હજી જણાય તો સારું... હજી જણાય તો સારું. હું ‘કાશમીર’ જોવા જાઉં, હું ‘અમેરિકા' જોવા જાઉં, હું દેશ-પરદેશ જોવા જાઉં. અરે....! દેવલોકમાં જવાતું હોય તો ત્યાં પણ જવા તૈયાર છે. આ ચંદ્રમાં ને બધે જાય જ છે ને ? કેમ ? કે જ્ઞાનમાં કોઈ ગડદી થાતી નથી. ક્ષેત્ર કેટલું છે ? શરીર પ્રમાણે. એ લોકો તો આટલું જ માને છે કે આ ભેજામાં બધું સમાય છે. પણ ગડદી થાતી નથી. ગમે તેટલું જ્ઞાન આવે. આમાંથી અવગાહન શક્તિ નીકળે છે. અવગાહે છે. જેટલા શેય આવે એ બધાની જગ્યા છે. જેટલું ય આવે એ બધાને, લોકાલોકને પી જવાની એને જગ્યા છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. આત્મદષ્ટિએ જોવામાં આવે તો જ્ઞાન અનંતુ જાણે, અનંતા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણે એમાં કોઈ સંદેહ થાય એવું દેખાતું નથી. સંદેહને કોઈ અવકાશ નથી. - એમ કરીને એ પાંચેય જ્ઞાન જિનાગમને વિષે જે કહ્યું છે એ યથાર્થ છે અને જે આશયથી કહ્યા છે એ પારમાર્થિક આશય પણ યથાર્થ છે. એ આશયસહિત એની સિદ્ધિ કરી છે. વિશેષ તો વાત એ છે કે હું આગમનો વિષય પણ આશયસહિત વાત કરે છે. આમાં પારમાર્થિક આશય રહેલો છે. એવી રીતે કેવળજ્ઞાનનો વિષય લેશે તો એમાં પણ પારમાર્થિક આશયનો વિષય લીધો છે. નહિતર આમ જાણવાનો વિષય છે પણ એમને પોતાને વાત કરવી છે તો પરમાર્થને સાથે રાખીને વાત કરે છે). એનો પારમાર્થિક દૃષ્ટિકોણ જોડીને કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. એક પરમાણુનું, એક સમયનું કે જે કેવળજ્ઞાનનો વિષય છે અને કેવળજ્ઞાનનું સ્વરૂપ. એ બહુ સારો વિષય લીધો છે. ચાર નંબરના Paragraphમાં ચોથા પ્રશ્નનો ઉત્તર એ લીધો છે. (અહીં સુધી રાખીએ...)
પાત્રતાનું આ લક્ષણ છે કે જીવને પોતાના અજ્ઞાનનો ભય લાગવો અને સંસાર કારાગૃહલાગવો.
(અનુભવ સંજીવની-૧૫૯૧).