________________
૨૮૨
રાજહૃદય ભાગ-૧૩ કોઈ કાને પડે. એ તો બિચારા પોતાના આત્મહિતમાં અગ્રેસર ન થઈ શકે કે આત્મહિતનો વિચાર ન કરી શકે. કેમકે જગતના જીવોની દોડ જ જગતના સંયોગો પાછળ છે. એટલે એને તો ઉપાય નથી. પણ જેને એ વિષય સામે આવ્યો, સમજવા મળ્યો, કાંઈક વિચારતો થયો. હવે જો એ પોતે આત્મહિતની દરકારમાં ન રહે તો બહુ મોટા અફસોસની વાત છે. કાંઠે આવીને બૂડવા જેવું થાય. એ બહુ સરસ વાત કરી છે), જેટલી પોતાની શક્તિ હોય તેટલી સર્વ શક્તિથી એમ કહે છે. પૂરી તાકાતથી. અથવા બધી શક્તિ આમાં લગાવી દેવી, એમ કહે છે. પૂરેપૂરી શક્તિ આ એક જગ્યાએ, એક લક્ષમાં લગાવવી.
સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરી દેવો. મારે લોકોનું કાંઈ કામ નથી. મારે લોકોના અભિપ્રાયની કોઈ જરૂરિયાત નથી. કોઈ જાણે, ન જાણે. જુઓ ! “સોગાનીજીનું દગંત તો બહુ સરસ છે. કોઈ જાણે. ન જાણે, કુલ બાગમાં હોય કે જંગલમાં હોય. કોઈ સુંઘે કે ન સુંઘે, એની સુંદરતાનું મૂલ્ય છે એ તો એમનેમ અખંડિત છે. એમાં કાંઈ ફેર પડતો નથી. લોકો જાણે એટલે મારી કિંમત વધી જાય, લોકો ન જાણે તો મારી કિંમત ઘટી જાય, ઘણા જાણે તો ઘણી કિંમત થાય, ઓછા જાણે તો ઓછી કિમત થાય. આ બધી કલ્પના જીવને ઝેર ખાવામાં કામ આવે એવું છે. ખરેખર તો આત્માનું અહિત કરવામાં ભાવમરણનું વિષ છે આ. લોકસંજ્ઞા જેવું કાળકૂટ ઝેર બીજું એકેય નથી. આગળ એક જગ્યાએ કહેશે કે કાળકૂટ ઝેર છે. સર્પ તો એકવાર કરડશે અને ઝેર ચડશે. આ ઝેર ઉતરવું મુશ્કેલ છે. એટલે પૂરી શક્તિથી જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી, એમ કહે છે. પૂરેપૂરી શક્તિ આ જગ્યાએ કામે લગાડવી કે લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરી દેવો. લોકોને જેમ જાણવું હોય, જેમ માનવું હોય, જેમ કહેવું હોય, જેમ વિચારવું હોય, મારે કંઈ લેવા કે દેવા. હું મારા રસ્તે ચાલવા માગુ છું. મારા માર્ગથી હું વિચલિત થવા માગતો નથી. - દુનિયામાં લૌકિક આદર્શો હોય છે ને ? એ લોકો પણ આવી દરકાર નથી કરતા. “ઝવેરચંદ મેઘાણીએ એક (કાવ્યમાં લખ્યું છે), ‘એકલો જાને રે, તારી સાથે કોઈ ન આવે તો એકલો જાને રે... એકલો જાને, એકલો જાને, તું એકલો જાને રે.” એક કાવ્ય લખ્યું છે. એ જરા દેશપ્રેમના કાવ્યો લખતા. તને સૌ લોકો સાથ ન આપે તો કાંઈ નહિ, તું તારે એકલો પણ તારે રસ્તે ચાલ્યો જજે. તારો રસ્તો કોઈ રીતે તું છોડીશ નહિ. વિચલિત નહિ થતો. લૌકિકમાં પણ આટલું તો વિચારે છે. ત્યારે