________________
૩૧૩
પત્રાંક-૬૭૯
શબ્દોની વાતો તો તેની તે પણ લાગે. પણ એ શબ્દો તેના તે છે, ભાવ તેના તે નથી. એ પોતે કહેતા હતા કે ભાવ અપૂર્વ આવે છે. તો જેને એ ભાવની અપૂર્વતા ભાસે છે એને કહેનારના ભાવની પણ અપૂર્વતા ભાસે છે અને પોતાને પણ પરિણામમાં અપૂર્વતા વર્તી રહી છે. એટલા માટે એને અપૂર્વ વાણી, અપૂર્વ અર્થનું નિરૂપણ ક૨ના૨ એવી વાણી કહેવામાં આવે છે.
‘અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવરહિતપણું હોવાથી....' જુઓ ! આ ચોથું વિશેષણ લીધું. પહેલા ત્રણ વિશેષણ લીધા ને ? પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર..' ચોથું અનુભવસહિતપણું હોવાથી...' એમાં એમનો અનુભવ ઝળકે છે. જ્ઞાનીની વાણીમાં અનુભવનો રણકાર હોય છે. પહેલા રોકડા રૂપિયા ખખડાવતા ને ? જોવામાં એકસરખો લાગે. અરે...! સાચા કરતા ખોટો, ઉજળો ને સરસ લાગે મજાનો. નવો તાજો પાડેલો હોય તો Highclass લાગે. પણ ખખડાવે તો સાચાનો જે ચાંદીનો રણકા૨ હોય એ ચાંદી વગરના રૂપિયાનો રણકા૨ હોય નહિ. અથવા ચાંદીમાં ભેળસેળ કરી હોય. કલાઈ, સીસું નાખી દીધું હોય તોપણ રણકા૨માં ફે૨ પડી જાય. માણસ રૂપિયા ખખડાવીને રણકા૨ ૫૨ખે છે. વાણીનો રણકાર ૫રખતા નથી, પકડતા નથી. આ સવાલ છે. રૂપિયાનો રણકાર બરાબર પણ.. શીખે. નવા નવા દુકાને બેસે તો શીખે. કે આ બરાબર ખખડે છે કે નહિ ? જો આવો ખખડે તો સાચો, આવો ન ખખડે તો સાચો નહિ. Practice ક૨વી પડે. સાંભળ્યાથી આવડે ? રૂપિયાનો રણકા૨-એનું વર્ણન ગમે તેટલું કરો. સાંભળવાથી એનો રણકા૨ પરખતા આવડી જાય ? એ તો સાંભળવા બેસવું જ પડે. ખખડાવાની Practice ક૨વી પડે. ૫૦-૨૦૦-૫૦૦ રૂપિયા ખખડાવે પછી એને બેસે કે આ રણકાર બરાબ૨, આ રણકાર બરાબ૨ નહિ. એ Practice નો વિષય છે, Prctical જ્ઞાન છે. Theortical જ્ઞાન એમાં કામ નથી આવતું, પહોંચતું નથી. એમ અહીંયાં પણ જ્ઞાનીની વાણી સાંભળીને, અજ્ઞાનીની વાણી સાંભળીને રણકાર પરખતા શીખવું જોઈએ કે જ્ઞાનીની વાણીનો કેવો રણકાર છે. ? તો જ્ઞાની-અજ્ઞાની જુદા પડે. નહિતર જુદા પડી શકે નહિ.
શું કહે છે ? ‘અનુભવસહિતપણું હોવાથી... અનુભવનો એમાં રણકાર હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.’ પાત્રતાવાળામાં શું વિશેષતા છે ? કે જે જીવ પાત્ર હોય છે એને પરખવા માટે જ્ઞાન લંબાવવું પડતું નથી. એ તો