Book Title: Raj Hriday Part 13
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 491
________________ ૪૭૨ રાજહૃદય ભાગ-૧૩ વિશેષ મનન કરશો.’ આ પત્ર તમે ખાલી પ્રશ્ન પૂછ્યા છે એમ નહિ (વાંચી જતા), જરાક મનન કરશો અને આ વિષયના ઊંડાણમાં જાજો. જેમ આગળ પણ સૂચના આપી કે પત્રો મોકલ્યા હોય તોપણ એ સ્થિર ચિત્તથી ગંભી૨ ઉપયોગે વિચારજો. અથવા તો યથાર્થપણે એનું અવગાહન કરવાથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. (પત્રાંક) ૬૮૬માં ‘સુખલાલ છગનલાલ’ને એ લખ્યું છે કે તે પત્રો વાંચવા–વિચારવાના પરિચયથી ક્ષયોપશમની એટલે મતિની વિશુદ્ધિ થાશે. તમારી મતિ નિર્મળ થઈ જશે. આ એક જ્ઞાનીપુરુષોના વચનોનો અતિશય છે કે જો એ આત્મલક્ષે, આત્મહિતના લક્ષે અવગાહન કરવામાં આવે તો અવશ્ય મતિનિર્મળતા, મતિની નિર્મળતા થાય છે. એ ક્ષયોપશમની શુદ્ધિ કહો, વિશેષ શુદ્ધિ કહો કે મતિ નિર્મળ થાય એમ કહો, એ અવશ્ય બને જ છે. અને એ ઉપકાર એટલા માટે જ્ઞાનીપુરુષોનો ઉપકાર ગણવામાં આવે છે. કેમકે વચન નિમિત્ત પડે છે ને ? માટે ઉપકારી કીધા. ? જેમકે ‘સોગાનીજી’ ચાલ્યા ગયા. કોઈ મુમુક્ષુઓને, ઘણા અનેક મુમુક્ષુઓને એ દૃષ્ટિએ પરિચય થયો નહિ. કેમકે ઓળખે કયાંથી ? સમાગમમાં આવ્યા પણ ઓછા. ઓળખે તો કોણ ? એ સવાલ છે. પણ એમના વચનો રહી ગયા તે ઉપકારભૂત થઈ શકે છે. જો એને આત્મલક્ષે અવગાહન કરવામાં આવે તો એ મતિની નિર્મળતાનું કારણ થાય છે. એટલા માટે એમને ઉપકારી પણ ગણવામાં આવે છે. ભલે પ્રત્યક્ષ ઉપકાર ન થયો હોય તોપણ એ ઉપકારી છે એમ જોવામાં આવે છે. અહીં સુધી રાખીએ.... પરમતત્ત્વ અને સ્વાનુભૂતિ મનાતીત અને વચનાતીત હોવાથી, વચન અગોચર છે, બહુ જ અલ્પ માત્રામાં તેનું કથન આવે છે. પરંતુ તે ધર્માત્મા જ્ઞાનીપુરુષના જ્ઞાનગોચર છે. તેથી ભલે તે વિષયમાં પૂરું ન કહેવાય, તોપણ કહેતાં કહેતાં જ્ઞાનીનું પરિણમન પ્રદર્શિત થઈ જાય છે, તે આત્મભાવોનું દર્શન છે અને એ જ જ્ઞાનીનું દર્શન છે, જે ભાષાથી પાર છે. ભાષાથી પણ અધિક રહસ્ય તેમની ચેષ્ટામાં પ્રદર્શિત થાય છે. જ્ઞાનીના પ્રત્યક્ષ યોગની આ અપૂર્વ ઘટના અપૂર્વ લાભનું કારણ છે. (અનુભવ સંજીવની-૧૫૬૪)

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504