________________
૩૪૩
પત્રાંક-૬૭૯
ઉપરથી એ શાંત છે કે ગુસ્સામાં છે કે હાસ્યમાં છે કે શોકમાં છે એમ ખબર પડે છે. શરીરના પુદ્ગલો, મુદ્રાના પુદ્ગલો, મુખાકૃતિના પુદ્ગલોથી. પરમાણુથી એના ભાવનું અનુમાન કરે છે ને ?
એમ અહીંયાં છાતીની જગ્યાએ વચ્ચે બહુ જ નાનું અંગુળના અસંખ્યમાં ભાગ જેટલું એકદમ ઝીણું આઠ પાંખડીનું કમળ છે. જે ચક્ષુઇન્દ્રિયથી જણાય એવું નથી. ચક્ષુ ઇન્દ્રિયથી નહિ પણ દુર્બાન કોઈ મૂકે તો દુર્બીનથી પણ જણાય એવું નથી. એટલા બધા સૂક્ષ્મ પુદ્દગલો છે. પણ મનઃપર્યયજ્ઞાન મુનિદશામાં ઉત્પન્ન થતું, શુદ્ધ ચારિત્રના નિમિત્તે ઉત્પન્ન થતું, ચારિત્રની વિશુદ્ધિના નિમિત્તે જ્યારે એ જ્ઞાન પ્રગટે છે ત્યારે એ પુદ્દગલો જણાય છે, જ્ઞાનમાં આવે છે. સામાની છાતીમાં રહેલા કમળના આકારે રહેલા મનના પુદ્ગલો એ જોઈ શકે છે. મન:પર્યયજ્ઞાનના ઉપયોગથી. ઉપયોગ મૂકે ત્યારે. ન મૂકે ત્યારે નહિ. અને એના હલનચલન ઉપરથી એ જીવ એના મનમાં શું વિચાર કરે છે ? એ જાણી શકે છે કે અત્યારે આ ભાઈના મનમાં આવો વિચાર ચાલી રહ્યો છે. એમ બરાબર પકડી શકે છે. ચોખ્ખો, અનુમાન નહિ. ઓલામાં તો થોડું અનુમાન પણ કરવું પડે. આને તો ચોખ્ખું પકડાય કે આવો વિચાર ચાલે છે... આવો વિચાર ચાલે છે.
મુમુક્ષુ :- એ કેટલામાં ગુણસ્થાને ? પૂજ્ય ભાઈશ્રી :– છઠ્ઠા ગુણસ્થાને.
=
મુમુક્ષુ :– એ નિમિત્તજ્ઞાન કહેવાય ?
=
પૂજ્ય ભાઈશ્રી :– એ ચારિત્રની વિશુદ્ધિના નિમિત્તે થાય છે. મુનિદશા પહેલા એટલો જ્ઞાનનો ઉઘાડ કોઈને નથી થતો. અને બધા મુનિઓને થાય છે એમ પણ નથી બનતું. પણ કોઈ મુનિને થાય છે.
મુમુક્ષુ :- આ નિમિત્તજ્ઞાન કરી લે. કારણ કે આધાર એનો લ્યે છે તો નિમિત્ત કહેવાય કે નહિ ?
પૂજ્ય ભાઈશ્રી :– હા. આમ તો એ નિમિત્ત સંબંધીનું જ્ઞાન છે. મનઃપર્યયજ્ઞાન છે એ ૫૨ને વિષય કરે છે. અવધિજ્ઞાન પણ પરને વિષય કરે છે. પણ એવો એક જાતનો ઉઘાડ છે. (અત્યારે) એવા કોઈ ધર્માત્માઓ કે એવા કોઈ ઉઘાડવાળા જીવો જોવામાં આવતા નથી. વ્યવચ્છેદ જેવા એટલે કોઈ લગભગ નથી. તે ઉ૫૨થી...
મુમુક્ષુ :- બાહ્ય ચારિત્રથી થાય છે કે અંતરંગ ચારિત્રથી ?
પૂજ્ય ભાઈશ્રી :– અંતરંગ ચારિત્રથી, આ જે મન:પર્યયજ્ઞાન છે એ આત્માના