________________
પત્રાંક-૬૮૭,
૪૩૭ અસાવધાન વર્તે છે. અજાગૃતદશા છે. જે વ્યવહારમાં જાગૃત છે તે નિશ્ચયમાં સૂતા છે. આવે છે કે નહિ? અને જે નિશ્ચયમાં જાગૃત છે તે વ્યવહારમાં સૂતા છે. જાગૃત અને સૂતા છે એ શબ્દોની પાછળ સાવધાનીનો ભાવ લેવો છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ સામા જીવની સાવધાની ક્યાં વર્તે છે ? પ્રવૃત્તિ કરતા સાવધાની વર્તે છે કે નથી વર્તતી? એ સમજી શકે છે અને એની અસાવધાની એને ત્યાં જણાય છે. અપ્રયત્નદશા એને જણાય છે.
એક બીજી જગ્યાએ એમને એવું લક્ષણ બાંધ્યું છે. એ વિચારતા વિચારતા ખ્યાલમાં આવે છે કે, વિષયનો ભોગવટો છે. જ્ઞાનીને પણ પંચેન્દ્રિયના વિષયનો ભોગવટો છે પણ અપ્રયત્નદશાએ છે. કેવો શબ્દ લીધો છે ? અપ્રયત્નદશાએ છે. એટલે કે બીજા જીવો એ વખતે પ્રયત્નવાન છે. વિષયને ભોગવવાનો એનો એ વખતનો પુરુષાર્થ ચાલે છે. જ્ઞાનીને એથી વિરુદ્ધ દિશાનો પુરુષાર્થ ચાલે છે. ઉદય કાળે એ ઉદયને નિર્જરાવવા માટેનો જે પુરુષાર્થ ચાલે છે ત્યારે વિષય પ્રત્યેની અપ્રયત્નદશા હોય છે અને આત્મા પ્રત્યેની પ્રયત્નદશા હોય છે. એવો જે એક પ્રકાર છે એ પ્રકાર પણ ખાતા-પીતા કે બીજા જે જોઈ શકાય એવા પંચેન્દ્રિયના વિષયો છે એના ઉપરથી અવલોકન કરીને એની અપ્રયત્નદશા અને એ વિષયની એની સાવધાની નથી એ ગ્રહણ કરી શકાય છે. એમની ચેષ્ટામાંથી એ ગ્રહણ કરી શકાય છે.
મુમુક્ષુ – અપ્રયત્નદશાથી રસ તુટે જ.
પૂજ્ય ભાઈશ્રી – રસ તો તૂટી જ જાય ને. ઊંધો પ્રયત્ન કરે... એક દષ્ટાંત લઈએ. એક જણનું વહાણ સમુદ્રના તોફાનમાં ફસાણું છે. સમુદ્રમાં તોફાન પવનને લઈને થાય છે. પવનનો ઝંઝાવાત હોય તો પાણીને ઉછાળે. હવે પવન એવો છે કે વહાણને મધદરિયે ઘસડી જાય અને વહાણમાં બેઠો છે એને જો બચવું હોય તો એને કાંઠે આવવું પડે તો બચે. વહાણ કાંઠે આવે તો વહાણમાંથી ઉતરી જાય. દરિયાના પાણીથી એ આઘો વયો જાય. હવે એ તોફાન વખતે એ નાવિક જે કાંઠા પ્રત્યે આવવાનો જે પ્રયત્ન કરે છે એમાં એને તોફાનમાં કેટલો રસ હોય ? બસ ! આ ઉદય છે એ પૂર્વકર્મનું તોફાન છે અને જ્ઞાની એમાંથી તરીને કિનારે આવવા માગે છે. એનો પુરુષાર્થ બીજી બાજુનો છે. એ પુરુષાર્થ ઉલટી દિશાનો હોય તો આમાં રસ છે એ વાત ક્યાં રહી? એમાં રસ છે એ વાત રહેતી નથી.
મુમુક્ષુ-