________________
૨૨૮
રાજહૃદય ભાગ-૧૩ ભાવના, સારી ભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે.” મારે મારો આત્માર્થ પહેલો અને બીજું બધું પછી. કોઈપણ કર્તવ્ય કરતા આત્માર્થ ચૂકતો નથી ને? આ એણે તપાસી લેવું. કોઈપણ કર્તવ્ય કરતા આત્માર્થને પોષણ મળે છે ને ? એ પણ એણે તપાસી લેવું. અસ્તિ અને નાસ્તિ બેય પડખાં તપાસતા રહેવું. અને એમાં જાગૃતિ વિશેષ રાખવી. એ જાગૃતિ ત્યારે જ રહેશે કે જ્યારે આત્માર્થની ભાવના તીવ્ર હશે ત્યારે. કેમકે ભાવના એક એવી ચીજ છે કે એ ભાવનાને ઠેસ પહોંચે (એટલે તરત જ આત્મા જાગે છે. કે અરે.! મારો તો આત્માર્થ ઘવાય છે, મારો તો આત્માર્થ આમાં છૂટે છે, મારા આત્માર્થને આમાં હાનિ પહોંચે છે. આપણે ત્યાંથી દૂર થઈ જાવ.
મુમુક્ષુ:- “ગુરુદેવ’ મળ્યા પછી જે જે વાતમાં ભૂલ્યા છે એ મુદ્દો હવે આમાં...
પૂજ્ય ભાઈશ્રી - હવે એવું છે કે ઘણા પડખાંની વાતો છે, ઘણા પડખાંની વાતો છે. અને આ પડખાં તો બધા ક્ષયોપશમ અનુસાર ઉદયમાં વિચાર આવે અને કહેવાય, ભાષામાં આવે. કોઈ જ્ઞાનીને ક્યારે, કોઈ આચાર્યને ક્યારે, કોઈ જ્ઞાનીને કયારે. એ તો આપણે નથી લેતા ? કે આચાર્યે ટીકા આટલી લખી છે પણ ભાવાર્થની અંદર આટલી વિશેષ વાત જ્ઞાનીએ કાઢી. એવી રીતે દરેક જ્ઞાનીઓના વચનામૃતો, વિભિન્ન જ્ઞાનીઓના વચનામૃતોનું પરિચર્યન કરવાનું શું કારણ છે? કે કોઈએ કેવી વાત કરી છે... કોઈએ કેવી વાત કરી છે. કોઈએ આત્મહિતની કેવા પડખાંથી વાત કરી છે ? કોઈએ ક્યા પડખાંને સ્પષ્ટ કર્યું છે ? એવા ચારે બાજુથી પોતાને ક્યાંય પણ લાગુ પડે એવી વાત મળી જાય. બધી વાત તો પોતાને લાગુ ન પડે. એક વાત પણ બધાને લાગુ ન પડે. પણ પોતાને કઈ લાગુ પડે ? એનો ખોજી જીવ હોય છે. એ અનેક જ્ઞાનીઓના વચનામૃતોનું પરિચર્યન કરતા કરતા પોતાની વાત એમાંથી પકડી લે છે કે મને આ પ્રયોજન છે, મારી ભૂલ આવી થાય છે, આ પ્રકારે મારે ભૂલ કરવા જેવી નથી.
મુમુક્ષુ – ગુરુદેવશ્રી શરૂના વર્ષોમાં વાંચી ગયા.
પૂજ્ય ભાઈશ્રી :- હા, પહેલા આ વાચેલું છે અને Underline કરી છે. આખા પુસ્તકમાં કેટલી જગ્યાએ Underline કરી છે ! અને એમણે એટલી બધી વાર વાંચ્યું હશે કે એમનું ભાગ્યેજ કોઈ વ્યાખ્યાન ખાલી છે કે જેમાં “શ્રીમદ્જીના વચનામૃતનું એમણે ઉદ્ધરણ ન કર્યું હોય, દોહરાવ્યું ન હોય. એકે એક પ્રવચનની અંદર. કેમકે મુમુક્ષને યોગ્ય ઘણી વાતો આવી છે. આમ તો “સોનગઢ'ના વાંચનમાં