________________
૪૬૨
ચજહૃદય ભાગ-૧૩ સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યા એ જ ઠેકાણે ઠરો.” જ્ઞાનીને જ્ઞાન ભાસ્યા એનો અર્થ શું? કે એમાં ભગવાન તીર્થંકરદેવની કહેલી વાત કેટલી ? અને એ સિવાયની વધારાની ભેળવેલી વાત કેટલી ? એ જ્ઞાની સમજે છે. બીજા જીવો એ શાસ્ત્રો વાંચે તો ભાષાની ભભક જોઈને એને એમ થઈ જાય કે નક્કી અધ્યાત્મની ઘણી સારી વાતો આમાં છે. વેદાંતમાં તો ઘણી અધ્યાત્મની વાતો છે. તો એમાં પણ કાંઈક માલ છે. આને મિથ્યાત્વ કહેવાય નહિ. આને પણ જ્ઞાન કહેવું જોઈએ એમ એ માની લે. એવી ભ્રાંતિમાં પડી જાય. વેદાંત વાંચે તો કોઈક કાચો-પોચો હોય તો ભ્રાંતિમાં પડી જાય અને એવા ઘણા કિસ્સાઓ પણ બને છે. એવી ઘણી ભળતી વાતો છે.
જે જૈનદર્શનમાં અધ્યાત્મની વાતો છે એવી ભળતી વાતો છે કે જેને લઈને એ ભ્રાંતિ ઉત્પન્ન થાય. પણ જ્ઞાનીપુરુષને એવું બનતું નથી. એને ખ્યાલ આવી જાય છે. એક જગ્યાએ મૂળ વાતમાં ચૂકે છે. કોઈ એક જગ્યાએ મૂળ વાતમાં ચૂકે છે એ ઉપરથી ખ્યાલ આવે છે કે બીજી પણ અનેક વાતો એ ચૂકીને લખેલી છે. માટે કેટલીક વાતો મૂળ વાતો ધારણાની રહી ગયેલીની સાથે આ ભળેલી વાતો છે. સાંગોપાંગ આ શાસ્ત્ર સમ્યગ્દષ્ટિનું લખેલું હોય તો આ રીતે હોય નહિ. એ રીતે એ જેમ પકડી નોખું પાડી શકે છે એમ એ એકલું જ્ઞાનીપણું જોનારને એ વાત પણ જુદી પડી શકે છે. એમાં આશયભેદ છે આ. મુખ્ય વાત એ ચાલતી હતી.
આશયભેદને લીધે સર્વસ્વ ઉપાદેયતાનો આશય છે. પોતાની દૃષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોવાથી સર્વસ્વપણે પોતાનું સ્વરૂપ જ ઉપાદેય છે એવા આશયસહિત એ વાણી પ્રવર્તે છે. એ ચિહ્ન જોવામાં આવે છે, એ લક્ષણ જોવામાં આવે છે. અને એ વાત કોઈ કપોળકલ્પનાથી ક્યાંય પણ કલ્પના ભેળવીને નહિ પણ પ્રત્યક્ષ દૃષ્ટિ છે એટલે જ્ઞાન પણ પ્રત્યક્ષ થયું છે. પોતાના સ્વરૂપને જેણે અતીન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ કર્યું છે અને એ જ્ઞાનનો વિષય પણ સહજ પ્રત્યક્ષ છે. સહજ પ્રત્યક્ષ છે અને અસીમ પ્રત્યક્ષતા જેની અંદર રહેલી છે. એવો તેજસ્વી અનંત પ્રત્યક્ષતાનો સૂર્ય આત્મા જોવામાં આવ્યો હોય અને એ પદાર્થદર્શન સાથે જ્યારે એ વાણી ચાલતી હોય ત્યારે એનો આશય જુદો જ હોય છે. એ આશય અજ્ઞાનીની વાણીમાં ક્યાંય જોવા મળતો નથી. એ આશયભેદની વાત તો એમણે ૬૭૯માં બહુ સારી રીતે સ્પષ્ટ કરી છે.
એક બીજું લક્ષણ લીધું છે-પૂર્વાપર અવિરોધતાનું. પદાર્થ પોતે વિરુદ્ધ ધર્મ સ્વભાવી છે. જેમકે નિત્યત્વ અને અનિત્યત્વ બંને ધર્મ વિરુદ્ધ સ્વભાવી છે. શુદ્ધતા અને અશુદ્ધતા બંને ધર્મ વિરુદ્ધ છે. એકપણું અને અનેકપણું, ભેદપણું અને