________________
પત્રાંક-૬૭૯
૩૨૩ આત્માર્થનો અભાવ અને આત્માર્થનો અભાવ પરસ્પર સાપેક્ષ છે. એક સમજાય તો બીજો સમજાય. તો જે જીવ આત્માર્થમાં નથી આવ્યો એ જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં આત્માર્થને જુદો નહિ પાડી શકતો હોવાથી એને ખબર નથી પડતી કે આ જ્ઞાની છે, કે આ અજ્ઞાની છે. અજ્ઞાનીને કદી જ્ઞાની પણ માનશે, જ્ઞાનીને કદી અજ્ઞાની પણ માની બેસશે. કેમકે એને ખબર નથી કે મારા ભાવમાં આત્માર્થ શું છે ? કહેનારના ભાવમાં આત્માર્થ શું છે ? એ વાતની એને ખબર નથી પડતી.
મુમુક્ષુ:- પ્રાય શબ્દ કેમ વાપર્યો છે ?
પૂજ્ય ભાઈશ્રી:- પ્રાય એટલે શું છે કે એટલી બધી પરિપકવતા આત્માર્થીની ન હોય. | મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી – હા. ઉત્કૃષ્ટ દશાવાન પુરુષ ઘણું કરીને તો ન ભૂલે. કોઈક અપવાદમાં કોઈ ભૂલે. સંભવ છે. કેમકે હજી જ્ઞાનદશા આવી નથી, ભાન થયું નથી. જે એમની આંખ છે એમાં બહુ ચો વિષય છે. ઝીણી વાત પણ એમણે લક્ષમાં લીધી છે. ઝીણામાં ઝીણી વાતને લક્ષમાં લીધી છે. જીવ ભૂલે તો કયાં સુધી ભૂલે ? એમ કહેવું છે.
કેમકે શુષ્કશાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.' શુષ્કશાનીની વાણીમાં, જે જ્ઞાનીની વાણીમાં આશય હોય છે તે આશય હોતો નથી. જ્ઞાનીની વાણીનું સર્વ વિસ્તારનું કેન્દ્રસ્થાન, કેન્દ્રબિંદુ એક આત્માર્થ જ હોય છે. એટલે તો એમણે એ વાત લીધી છે. આત્માર્થ ઉપેદશક એમની વાણી હોય છે. એમાં આત્માર્થનો ઉપદેશ રહેલો છે. (કોઈ કહે, પણ એવી ભાષામાં ઉપદેશ તો શુષ્કજ્ઞાનીની વાણીમાં પણ છે. તો એને આત્માર્થ ઉપદેશ કેમ ન કહેવો ? કે કેમ ન ગણવો ? એ આત્માને ઉપાસતા નહિ હોવાથી. જ્ઞાની આત્માને ઉપાસે છે તેથી એની વાણીમાં આત્માનો ઉપદેશ છે એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ જેને આત્માની ઉપાસના આવડતી જ નથી, ખબર જ નથી કરી શકતો નથી, એ રસ્તે આવ્યો નથી, ચડ્યો નથી, એ શબ્દો ભલે એવા કહે પણ એની અંદર ભાવ ક્યાંથી હશે ? એની વાણી સાથે ભાવનો સંબંધ નથી. એવો તર્ક કરી શકાય છે. આગળ કર્યો છે કે, ભાઈ ! ગમે તે શાસ્ત્ર સંભળાવનાર હોય અમને તો “સમયસાર’ સંભળાવે છે ને ! એમ ચાલે કે ન ચાલે? કે ન ચાલે. આમાં એવું નથી ચાલતું.