________________
૩૫૫
પત્રાંક-૬૭૯ યથાર્થ હોય છે. યથાર્થ હોય છે એનું કારણ છે કે પોતાના અનંત પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષ કરીને નિર્ણય કર્યો છે માટે ત્યાં પણ પ્રત્યક્ષતાની અપેક્ષાએ સ્વપરખ આવે છે. પેલું જે પ્રત્યક્ષ જાણે એ પરપરખ છે. કેવળજ્ઞાનાદિ જાણે એ તો. અને અહીંયાં પોતે શ્રુતજ્ઞાનમાં જાણે તો પોતાને સ્વપણે પ્રત્યક્ષ જાણવાથી એવું જેનું પોતાનું પ્રત્યક્ષ સ્વરૂપ જાણ્યું છે એ પરોક્ષપણે આવા સૂક્ષ્મ વિષયનો નિર્ણય કરે તો તે યથાર્થ કરે.
એટલે સાક્ષાતપણે નહિ થવાનું કારણ પણ એ છે કે સંસારી છબસ્થ જીવોનો ઉપયોગ અસંખ્યાત્ સમયવર્તી છે. એટલે અસંખ્યાત સમય સુધી વર્તે ત્યારે એ શેયને ગ્રહણ કરે. એક સમયમાં તો એનો અસંખ્યાતમો ભાગ આવી ગયો. ક્યાંથી ગ્રહણ કરે ? કે ન ગ્રહણ થઈ શકે. અસંખ્યાતવર્તીનો અર્થ કે અસંખ્યાત સમય સુધી વર્તે ત્યારે જ્ઞાનમાં શેય પ્રતિભાસે. તરત ને તરત ન પ્રતિભાસે. એટલે એક સમય એને ગ્રહણ થતો નથી. એવો સ્થૂળ ઉપયોગ છે એમ કહેવું છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી - તો જ્ઞાનમાં આવે. નહિતર જ્ઞાનમાં ન આવે. એક શેય ઉપર અસંખ્યાત સમય વર્તે ત્યારે એ શેયને ગ્રહણ કરે. જેમકે મતિજ્ઞાનથી ગ્રહણ કરવાનું શરૂ થાય છે. પછી શ્રુતજ્ઞાન તો આવે છે. તો અવગ્રહ, ઈહા અને અવાય. અવાયના Stage માં ગ્રહણ કરે છે. તો અસંખ્ય સમય પસાર થઈ જાય છે. એવું સ્થળ જ્ઞાન છે.
મુમુક્ષુ – નિર્વિકલ્પ સિવાય આ વાત કાંઈ નથી?
પૂજ્ય ભાઈશ્રી:- ના, બિલકુલ નથી. કેમકે આ તો કેવળજ્ઞાનમાં એક સમય પકડાણો, કેવળજ્ઞાનમાં એક પરમાણુ પકડાણો. અત્યારે જેને Atom એટલે પરમાણુ કહે છે એ તો સ્કંધ છે. એ કાંઈ પરમાણુ નથી પણ ઘણા પરમાણુઓનો જથ્થો છે એને સ્કંધ કહેવામાં આવે છે. અને એ કેવળજ્ઞાન અનુસાર આ વિષય શાસ્ત્રની અંદર પરંપરાએ વિદ્યમાન રહ્યો છે. જૈનદર્શન સિવાય કેવળજ્ઞાની નહિ હોવાથી, કેમ નથી ? કે ત્યાં કોઈ કેવળજ્ઞાની નથી. તો એ વાત કેવી રીતે કરે ? એ લોકોના જાણવામાં તો એ વાત આવી નથી, કરે કેવી રીતે ? એટલે જગતના કોઈ શાસ્ત્રોમાં એક સમયની વાત, એક પરમાણુની વાત, એક પ્રદેશની વાત.. અરે..! અરૂપી પદાર્થની વાત નથી આવતી. જીવ અરૂપી છે અને બીજા પણ પદાર્થો અરૂપી છે એ વાત પણ નથી. કેમકે અરૂપીપણું કેવળજ્ઞાનનો વિષય છે. એટલે જેટલા