________________
૧૭૬
રાજહૃદય ભાગ-૧૩ સાંતાક્રુઝમાં એક નવું મંડળ થયું છે, એક બોરીવલીમાં નવું મંડળ ખુલ્યું છે, એક “વસઈની અંદર નવું મંડળ થયું છે). ત્રણ નવા મંડળ થયા છે. એ લોકોને વિટંબણા થાય છે કે અમારે ત્યાં કોઈ વાંચનકાર નથી. બધા ભેગા થઈએ છીએ. કોઈ વખત ભક્તિ કરે તો કોઈ વખત ચર્ચાઓ કરે પણ વાંચનકાર નથી, વાંચનકાર નથી એવો એક અફસોસ રહે. મેં કહ્યું, વાંચનકારની જરૂર નથી.
મુમુક્ષુ - મલાડથી.
પૂજ્ય ભાઈશ્રી :- શરૂઆત “મલાડથી કરી છે. બધા હલી ગયા. બધાને આશ્ચર્ય થયું હતું. પણ મેં કીધું, વિદ્વાનોની કે પંડિતોની કાંઈ જરૂર નથી. તમે પાંગળા શું કરવા થાવ છો ? આપણે આત્મકલ્યાણ કરવું છે અને આત્મહિત કરવું છે. એના માટે આપણે એ રસ્તામાં આગળ વધી શકીએ એવા વિચારો, વિચારોનું આદાન-પ્રદાન કરવા અને જ્ઞાનીઓના અને આચાર્યોના ગ્રંથો સાથે રાખીને એના ઉપર આપણે સ્વતંત્ર રીતે આપણું સંશોધન કરીએ, આપણા વિચારોમાં આપણે કેવી રીતે વધારે ઊંડા ઊતરી શકીએ, આગળ વધી શકીએ. એ જાતનો સામુહિક પ્રયાસ એટલા માટે કરીએ કે એકલા ને એકલાને પોતાની ભૂલ ન દેખાય. હું કાંઈક વિચારતો હોઉં અને તમને ભૂલ ખ્યાલમાં આવે, તમારી ભૂલ મને ખ્યાલમાં આવે. એમ કરતા કરતા એકબીજાની ભૂલ એકબીજાથી નીકળી જાય.
અથવા પોતાના દોષોનું પણ પોતે જો સરળતા હોય તો નિવેદન કરે. તો એ દોષોને કેવી રીતે કાઢવા એની પણ ચર્ચાઓ ચાલે, સરળતા વધે, એની ચર્ચાઓ ચાલે. અને જે ભાવના કરવા યોગ્ય છે એની ભાવનાઓ થાય. અથવા સત્યરુષના ગુણગ્રામ થાય, સપુરુષ પ્રત્યે અનુમોદના થાય, સપુરુષ પ્રત્યે બધાને બહુમાન વધે. સામુહિક રીતે એવું એક વાતાવરણ ઊભું થાય. અને એ રીતે ભાવનાનું વૃદ્ધિગતપણું થાય તોપણ દર્શનમોહ મંદ પડે. કેમકે એ નિર્મોહીપુરુષ પ્રત્યેનું બહુમાન છે. જે કોઈ આત્માઓ હોય, જ્ઞાનીઓ, પુરુષો, આચાર્યો. એ રીતે દર્શનમોહને મંદ થવાના અનેક જે પ્રકારો છે એ પ્રકારની અંદર સાથે મળીને... કાંઈ એમાં વિદ્વાન હોય તો જ થાય અને નહિતર ન થાય એવું કાંઈ નથી. એ રીતે આ લોકો તો સારી ચર્ચાઓ ગોઠવે છે. “સાંતાક્રુઝમાં જે બધા ભેગા થાય છે એ બધા ભાઈઓ તો ઠીક ઠીક ચર્ચાઓ કરે છે. પણ અઠવાડિયામાં એક વખત. હજી તો એવી રીતે રાખ્યું છે. કેમકે એ લોકોને જગ્યાની વ્યવસ્થા નથી. એટલે કોઈના ઘરે (બેસે). કો'ક દિ આના ઘરે, બીજા અઠવાડિયે આના ઘરે, ત્રીજે અઠવાડિયે આના ઘરે શરૂ કર્યું છે.