________________
૩૨૨
રાજહૃદય ભાગ-૧૩
વાણીમાં શું ફરક પડે છે, એ ખ્યાલ એને નથી આવતો. ભ્રાંતિ પામે એટલે એ શુષ્કજ્ઞાનીને શાની માને.
મુમુક્ષુ :- ....યોગ્યતા ન દેખાતી હોય,..
પૂજ્ય ભાઈશ્રી :– ન દેખાતી હોય. પૂજા કરે, ભક્તિ કરે, દયા-દાન કરે. એટલે શુભભાવમાં હોય, શુક્રિયામાં હોય પણ અધ્યાત્મભાવમાં ન હોય અને પરિણામમાં અધ્યાત્મક્રિયા ન હોય. શુષ્કજ્ઞાની એટલે ઘણા ઓલા સ્વચ્છંદી માની લે. કે અશુભયોગમાં પ્રવર્તે અને અધ્યાત્મની ભાષા બોલે માટે એ શુષ્કજ્ઞાની કે નિશ્ચયાભાસી છે, એવું નથી. એવું એકાંતે નથી. એવું પણ હોય કે જે વ્યવહારાભાસી અને જે વ્યવહારની ક્રિયા હોય એવી ઉભયાભાસીને પણ ક્રિયાઓ હોય છે. એમાં નિશ્ચયનો આભાસ હોય અને વ્યવહારનો પણ આભાસ હોય. બંને આભાસ હોય છે. અને બંને આભાસ હોય ત્યાં ભ્રાંતિ થવાનો સંભવ વિશેષ રહે છે. પોતાને પણ એ ભ્રાંતિ થાય, બીજાને પણ એ ભ્રાંતિ થાય છે.
પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી....' પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે તે જ્ઞાનીની વાણી જેવા જ શુષ્કશાનીના વાણીના શબ્દો જોઈને એને ઘણું કરીને ભ્રાંતિ નથી થતી. પ્રાયે એટલે ઘણું કરીને નથી થતી. હવે કેમ એમ છે ? કે, ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એ પોતે આત્માનો આશ્રય કરવા માટે તૈયાર થયો છે. એનામાં આત્માર્થાતા વર્તે છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુમાં આત્માર્થાતા વર્તે છે. અને એ આત્માર્થ પોતાના ભાવમાં વર્તતો હોવાથી એવો આત્માર્થ કહેના૨માં વર્તે છે કે નહિ ? એની પરીક્ષા એને પોતાના અનુભવ ઉ૫૨થી, પોતાના ચાલતા પરિણામ ઉપ૨થી હોય છે. એટલે સામાન્ય મુમુક્ષુ અથવા મંદ દશાવાન મુમુક્ષુ અથવા મધ્યમ કોટીના મુમુક્ષુ અને ઉત્કૃષ્ટ દાવાન મુમુક્ષુ એવા ત્રણ ભેદ એમણે આ પત્રની અંદર મુમુક્ષુના પાડ્યા છે. પોતે તો પાડ્યા એમના જ્ઞાનમાં જે રીતે વાત હોય એ રીતે. આપણે કેવી રીતે સમજવું ?
જે જીવને હજી આત્માર્થ શરૂ નથી થયો, મુમુક્ષુને યોગ્ય પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરે પણ અંતરમાં પોતાનો આત્માર્થ હજી જેને શરૂ નથી થયોઆત્માર્થીપણું જેને નથી આવ્યું ત્યાં સુધી એને જ્ઞાનીની વાણીમાં રહેલો આત્માર્થ નથી સમજાતો અને અજ્ઞાનીની વાણીમાં એ આત્માર્થનો અભાવ છે એ નથી સમજાતો.