________________
પત્રક-૬૦
૨૨૧ વિચાર ઊગ્યો જ નથી ને. એ કોટીમાં એને લઈ ગયા છે. ભલે ગમે તે કરતો હોય. અહીં સુધી વાત પુરુષના વિષયમાં લીધી છે. - હવે જેને વક્તાપણું અથવા ઉપદેશકપણાનો ઉદય છે એવા જીવને માર્ગદર્શન આપ્યું છે કે, “ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ....” મુમુક્ષુની ભૂમિકામાં આત્મજ્ઞાન થયા પહેલાની વાત છે. એવો કોઈ ઉદય હોય કે ઉપદેશકાર્ય કરવું પડતું હોય. દાખલા તરીકે આ પત્ર ઘણું કરીને તો “લલ્લુજી' ઉપર હોવો જોઈએ. કેમકે એમનો બહારનો વેશ ઉપદેશકનો હતો. સાધુ હતા. બીજા ગૃહસ્થ માણસો એમની પાસે, મહારાજ ! કાંઈક બે વાત અમને સંભળાવો, કાંઈક અમને સમજાવો, કાંઈક ઉપદેશ આપો, કાંઈ પચખાણ આપો, કાંઈક આમ કરો. આમ કરો.. કાંઈક તત્ત્વજ્ઞાનની વાત કરો. અથવા બીજી રીતે પણ કોઈનો ક્ષયોપશમ વિશેષ હોય, શાસ્ત્રનું અધ્યયન વિશેષ હોય અને સમજાવી શકે એવો એનો ક્ષયોપશમ હોય. તોપણ એની પાસે બીજા લોકો આવે, પૂછે કે, ભાઈ ! તમે વાંચ્યું છે, વિચાર્યું છે તો જરાક અમને આ બાબતની અંદર અમારે પૂછવું છે. આપણે વિચારીએ, ચર્ચા કરીએ. તોપણ એને ઉત્તર આપવાનું કારણ હોય તો એ જાતનો એને ઉદય થયો. તો એની પાસે લોકો આવે છે. અથવા આપણે ત્યાં વાંચનકારો હોય છે. આપણા ગુરુદેવ'ના અનુયાયીઓમાં એ પરિસ્થિતિ થઈ છે. - ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ.” તો એ મુમુક્ષુએ શું કરવું? મુમુક્ષુની ભૂમિકામાં એને એ ઉદય હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સપુરુષની ભક્તિ, સત્પષના ગુણગ્રામ, સત્પરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્પરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે...” જુઓ એ મુમુક્ષુ સત્સંગ કરે છે. ખરેખર તો ઉપદેશ નથી આપતા પણ સત્સંગ કરે છે તો કઈ રીતે કરે છે ? ખરેખર તો આ સત્સંગની પદ્ધતિ એમણે બતાવી છે. શબ્દ વાપર્યો છે ઉપદેશ. પણ ઉપદેશ તો કોઈ મુમુક્ષુની યોગ્ય ભૂમિકા છે જ નહિ. એટલે એને ઉપદેશ દેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ બહારનો વ્યવહાર એવો લાગે કે આ ઉપદેશ દે છે, બીજા ઉપદેશ લે છે, એનો ઉપદેશ સાંભળે છે. એટલે પ્રચલિત વ્યવહારની દૃષ્ટિએ ઉપદેશ શબ્દ વાપર્યો છે. ખરેખર ઉપદેશનો અધિકાર નથી. આપણે એને એમ લઈએ કે, એ સત્સંગ મુમુક્ષુ કેવી રીતે કરે ? બીજા મુમુક્ષુઓની વચ્ચે જઈને એ સત્સંગ કેવી રીતે કરે ? જેને કાંઈ કહેવાનો યોગ હોય એ તો કેવી રીતે કહે ?