________________
૪૧૫
પત્રક-૬૮૭ એવીને એવી રાખવી છે અને આત્માનું સાથે સાથે કરવું છે. અને એ આત્માનું કેવી રીતે કરવું છે ? કે થોડાક પુસ્તકો વાંચીએ, થોડુંક સાંભળી લઈએ, થોડું ધારી લઈએ. પૂજા, ભક્તિ, દયા, દાન કરીએ. ચાલો. એ રીતે અનંત કાળે પણ કોઈ સાધન થાય એવું નથી.
આપણે કોઈવાર લઈએ છીએ કે, ભાઈ ! એટલી મૂડી ભેગી થાય કે જેના વ્યાજમાં મોંઘવારી વધે તોપણ આજીવિકામાં વાંધો આવે નહિ. એટલી મૂડી જો Bank માં Fix માં મૂકી દઈએ તો પછી નિવૃત્તિ લઈને નિરાંતે સોનગઢ' જઈને બેસીએ. પછી “સોનગઢ' જઈને બેસે એ “સોનગઢ' જઈને નથી બેઠો પણ Bank ની Fix deposit ઉપર જઈને બેઠો છે. “સોનગઢમાં નથી બેઠો. એટલે એ સોનગઢમાં જાય કે ગમે ત્યાં જાય પછી કાંઈ પત્તો લાગે એવું નથી. કેમકે આધાર ખોટો છે. આધાર શું લીધો ? કે હવે મને વાંધો નથી. મારી પાસે એટલું છે કે હવે મને વાંધો નથી. એ આધારે એને આત્માનું કાર્ય કરવું છે. આધાર જ્યાં સુધી પોતાના સ્વરૂપનો લેવાનો અભિપ્રાય નહિ થાય ત્યાં સુધી અનાદિનો જે આ આધાર લીધો છે એ મૂકવાનો નથી. દઢ કરશે. ધર્મના બહાને પણ એને દઢ કરશે. નિવૃત્તિના બહાને પણ એને દઢ કરશે. એ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ - મૂળમાં જ ભૂલ છે ને? પૂજ્ય ભાઈશ્રી – હા. મૂળમાં જ ભૂલ છે. રસ્તો જ ખોટો છે. એ રસ્તો ખોટો છે. મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી :- હા. બરાબર છે. પણ અહીંયાં એમ કહે છે કે સગવડતા ન હોય તો યાચના જ કરવી એવું નહિ. સગવડતા ન હોય તો અગવડતાએ ચલાવી લેવું એમ કેમ નથી આવતું ? અને સગવડતા કેટલી જોઈએ એનું કોઈ જગ્યાએ પૂર્ણવિરામ છે ? કોઈને કોઈની સગવડતાનું પૂર્ણવિરામ દેખાય છે ? કે ભાઈ, આટલી સગવડતા મળી હવે મારે પૂરેપૂરી થઈ ગઈ. હવે મારે વાંધો નથી. પછી તો કાંઈ એનું પૂર્ણવિરામ તો છે નહિ. એ પરિસ્થિતિ કાંઈ બરાબર નથી.
મુદ્દાની વાત એ છે કે કોના આધારે ધર્મ કરવો છે ? સગવડતાના આધારે કરવો છે કે આત્માના આધારે કરવો છે ? સગવડતાના આધારે સગવડિયો ધર્મ થાશે, આત્મધર્મ નહિ થાય. અમારે તો સગવડિયો ધર્મ. સગવડ હોય એ પ્રમાણે, કરીએ. સગવડ ન હોય એ પ્રમાણે અમે ન કરીએ. ૬૮૩ પત્ર પૂરો) થયો.