________________
૪૨૪
રાજહૃદય ભાગ-૧૩ માન્યું તમે ? આ સીધો એમને જ પ્રશ્ન છે, લ્યો ને. અથવા તમે કોઈ બીજાને કીધું હોય કે આ જ્ઞાની પુરુષ છે અને બીજા પણ માનવા માંડ્યા કે આ જ્ઞાની પુરુષ છે. તો આવા ઓળખાણમાં ભ્રાંતિ લાગે, કે નહિ (આ) જ્ઞાની લાગતા નથી. તો એને શું કરવું? એને કેવી રીતે સમજાવવા કે આ જ્ઞાની છે, એવી કાંઈ તમે એને કોઈ સૂચના આપી છે કે જુઓ ! ભાઈ !વેપાર કરે છે, ધંધો છે, વેપારી જેવા કપડા પહેરે છે. તે દિ તો અંગરખું, પાઘડી ને ખેસ ને બધું રાખતા હતા. એમના ફોટા છે એ પ્રમાણે બુટ પહેરેલા છે. અને ઘરે કુટુંબ-પરિવાર છે. માતા, પિતા, પત્ની, બાળકો બધું છે. એની અંદર પણ એ સપુરુષ છે એવી ભ્રાંતિ નિવૃત્તિ થાય એના માટે તમે એને કાંઈ કહ્યું છે? સમજાવ્યું છે? કે આંખો મીંચીને માની લ્યો એમ જ છે? અથવા એવા વ્યવહારમાં એ વર્તતા હોય ત્યારે પણ એનું જ્ઞાનલક્ષણપણું કેવી રીતે જાણવું એવું કોઈને સમજાવ્યું છે ? કીધું છે કે એમ જકીધું છે કે માની લ્યો. આ ચાર વાત બહુ સારી રીતે એમણે પૂછી છે).
જુઓ ! આ એક જ્ઞાનીને ઓળખવાના પ્રશ્નમાં એ પોતે કેટલા ઊંડાણથી વિચારે છે! જ્ઞાની થયા છે તોપણ. કોઈપણ મુમુક્ષુજીવે આટલા ઊંડાણમાં જઈને જ્ઞાની પુરુષની પરીક્ષા કરીને એને માન્ય કરવા જોઈએ. ઓલ્વે ઓથે માનવાનું કાંઈ ફળ નથી. અનંત કાળથી અનંતા તીર્થકરો મળ્યા. એથી ઝાઝાં નિગ્રંથ ગુરુ મળ્યા અને એથી જાજા સપુરુષ મળ્યા. અનંત વારમાં અનંત વાર તીર્થકર મળ્યા, એથી વધારે વાર નિગ્રંથગુરુ મળ્યા. કેમકે એની સંખ્યા વધારે છે અને એથી વધારે વાર સપુરુષ મળ્યા. કેમકે એની સંખ્યા એથી વધારે હોય. એ ત્રણમાંથી કોઈને ઓળખીને ક્યારે પણ માન્યા નથી. માન્યા છે ખરા.ઓળખીને ક્યારેય માન્યા નથી. એનું મહત્વ શું છે?કઈ વાત ઉપર છે?
ઓળખીને જો એકવાર માનવામાં આવે તો એ જીવનો સંસાર ન રહે. એને નિર્વાણપદની પ્રાપ્તિ થાય. નિર્વાણપદની પ્રાપ્તિ લીધી છે. સત્પરુષને ઓળખવાનું ફળ નિર્વાણપદ છે. પછી સમ્યગ્દર્શન છે એ કહેવાની જરૂર રહેતી નથી. એક જગ્યાએ પોતે લખ્યું છે-નિર્વાણપદનું મુખ્ય કારણ એવા જે સત્પરુષ, એમની ભક્તિ. આગળ આવી ગયું. આ બાજુ, ડાબા હાથ બાજુ ઉપરમાં જ છે. કેટલામું ?
મુમુક્ષુ -૪૦૬ પાનું.
પૂજ્ય ભાઈશ્રી:–૪૦૬ પાનું. બહુ ઝડપથી મળી ગયું. પત્રાંક) ૫૦૪ માં ? તેનું મહત્ત ફળ છે એટલું લીધું છે.
કોઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહતુ ફળ છે; મહતુ ફળમાં નિર્વાણપદ