________________
પત્રાંક-૬૮૦
૩૮૯
મુમુક્ષુ :– છેલ્લી ત્રણ લીટીમાં ખુલાસો લખ્યો છે. પૂજ્ય ભાઈશ્રી :– હા. સ્પષ્ટ ખુલાસો લખ્યો છે.
‘ઓ દુષમકાળના દુર્ભાગી જીવો !' અત્યારે દુષમકાળ છે એના હૈ દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.’ તમારે જો કલ્યાણ-શ્રેય એટલે કલ્યાણ કરવું હોય તો આ વિદ્યમાન મહાવીર’ બેઠા છે એની નજીક આવો. તમે એને શ૨ણે આવો તો તમારું આત્મકલ્યાણ થાય. ભગવાન મહાવીરે’ જે મોક્ષનો માર્ગ દર્શાવ્યો એ માર્ગ અમે દર્શાવીએ એટલું સામર્થ્ય છે અને એ માર્ગ સ્પષ્ટપણે જાણ્યો છે, વેદ્યો છે, અનુભવ્યો છે અને અત્યારે કોઈ એ માર્ગને પ્રગટપણે કહેનાર જોવામાં આવતા નથી. એમ જાણીને એ વાત અમે કરી છે.
મુમુક્ષુ ઃ– ફાટ ફાટ અનુભવનું જોર આવવું જોઈએ ...
=
પૂજ્ય ભાઈશ્રી :– ઘણું જોર છે. પોતાને ઘણું જોર આવ્યું છે. ઘણું જોર છે. મુમુક્ષુ :- પ્રત્યક્ષ જ્ઞાની...
પૂજ્ય ભાઈશ્રી :– પ્રત્યક્ષ જ્ઞાની પોતે એમ લીધું છે. પ્રત્યક્ષ જ્ઞાની પોતે.
એમ છે, ઘોર અંધકાર હોય. કોઈ જંગલની અંદર એવો ઘોર અંધકાર હોય કે પોતાની હથેળી–હાથ ન દેખાય. આંખની સામે હાથ આવે તો પોતાનો હાથ પોતાને ન દેખાય. હવે માણસ એમાં ભૂલો પડી ગયો હોય. એવા ઘોર અંધકા૨માં ભૂલો પડી ગયો. અને એવો આથડે, પડે, આખડે અને આથડે. એમાં ક્યાંક પ્રકાશની એક કિરણ જોવા મળે તો એને એમ થાય કે અહીંથી રસ્તો મળશે. અત્યારે એવી પરિસ્થિતિ છે. કેમકે ચાંય મોક્ષમાર્ગ નથી. લોપ થઈ ગયો હોય એવી પરિસ્થિતિ છે. સંપ્રદાયો સાવ અંધકારમાં છે. એમાં આવા કોઈ સત્પુરુષ જાગે ત્યારે પ્રકાશનું એક કિરણ મળે. એને કહે છે કે જો બચવું હોય તો આ બાજુ આવો. બચી જાવું હોય તો આ બાજુ આવો. મોક્ષમાર્ગ ખુલ્લો છે, હજી પણ ખુલ્લો છે. અમે પ્રાપ્ત કર્યો છે અને તમે પ્રાપ્ત કરી શકશો.
મુમુક્ષુ :- ૯૫ વર્ષ પહેલાની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી :- ૯૫ વર્ષ પહેલાની વાત છે. બહુ જબરદસ્ત વાત લખી છે. અને જેવા તેવાનું કામ નથી. એમ લખે કે અમે વર્તમાનના મહાવીર' છીએ. ભૂતકાળના ‘મહાવી૨’ને શોધવા તમે ભ્રમણામાં કચાં પડો ? એમ પત્તો નહિ લાગે, એમ કહે છે. એવી રીતે તમે મહાવીર' ભગવાનના શાસ્ત્રો છે અને એ વાંચીને