________________
૩૩૧
પત્રાંક-૬૭૯ ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ કદિ કોઈને થઈ નથી.
માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય.” સર્વ પ્રકારમાં કયો પ્રકાર બાકી રહેતો હશે ? અર્ધ બાકી રહી જાય કે ન રહી જાય ? ન રહે. સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ.” જુઓ ! કેવા શબ્દો વાપર્યા ! “એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના...” એટલે છેવટની હદ સુધીની ભક્તિ “એક લયે આધવી, એવો શાસ્ત્રલક્ષ છે. શાસ્ત્રના કથનનું કેન્દ્રબિંદુ આ છે, એમ કહે છે. આ જ્ઞાની પોતે, પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે. શું કહે છે ? જ્ઞાની છે એ પરમાત્મા પોતે જ આ દેહધારીરૂપે થયો છે
એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવની બુદ્ધિ થયે ભક્તિ ઊગે.” બુદ્ધિ થાય ત્યારે એને ભક્તિ ઊગે છે, ત્યાં સુધીની ભક્તિ બધી સમજવા જેવી છે. “અને તે ભક્તિ ક્રમે કરી પગભક્તિરૂપ હોય છે.” અથવા એ આત્માની અભેદભક્તિને એ પ્રાપ્ત કરાવશે. એટલે એ વાત એમણે લીધી છે કે ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહિ એમ સહેજે તે જાણે છે. એટલે એને પરીક્ષા કરવાનો કાંઈ પ્રયાસ પણ કરવો પડતો નથી. એને સહેજે સહેજે ખબર પડી જાય છે.
મુમુક્ષુ – જ્ઞાનીના વચન અનુસાર ન પરિણમે અને જ્ઞાનીની ભક્તિ કરે....
પૂજ્ય ભાઈશ્રી :- તો એ ઓઘભક્તિમાં જાય છે. અને પ્રયત્ન કરે તો સારી વાત છે. પ્રયત્નવાન થયો હોય તો બીજી વાત છે. એમાં બે પ્રકારના જીવો હોય. એક તો ઘભક્તિમાં પડ્યા હોય અને એક પ્રયત્નદશામાં આવ્યા હોય. એ પણ જ્ઞાનીની ભક્તિ કરે. ઓઘસંજ્ઞામાં પડ્યા હોય એ પણ જ્ઞાનીની ભક્તિ કરે. એમ બે ભેદ લઈ શકાય. પણ નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. કોઈ અપેક્ષા નહિ. કોઈ કામની નહિ, કોઈ વાતની નહિ. એક આત્મહિત સિવાયની કોઈ અપેક્ષા ન હોય એવી જ્ઞાનીની ભક્તિ, નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. તો એ ભક્તિ ફળે છે. નહિતર એ ભક્તિ ફળતી નથી. કાલે અહીં સુધી ચાલ્યું હતું.
અજ્ઞાન અને શાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. એટલે મૂળ વાત ભાવની છે. વાણી તો ભાવને પકડવાનો ચીપીયો છે. પણ મૂળ વાત તો એમાં ભાવની છે. એમાં જેને અજ્ઞાનભાવ સમજાય છે કે આ રીતે અજ્ઞાન થાય છે. પરમાં સ્વપણું થાય છે તે અજ્ઞાન થાય છે અને સ્વમાં સ્વપણું થાય છે તે જ્ઞાન થાય છે. એવો જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ જેને