________________
પત્રાંક-૬૭૯
૩૭૧
કેવળજ્ઞાન સંબંધીની વ્યાખ્યા પ્રસિદ્ધ છે પણ શાસ્ત્રકાર એ મુખ્યપણે એવી વાત કરવા માગતા નથી. આશય બીજો છે. એમ કહેવાની પાછળ આશય કોઈ બીજો છે. એમાં આશય એ છે કે જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું. આ આશય છે. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે,...' આ આશયથી એ વાત કરી છે. જ્ઞાનની શુદ્ધતાની સાથે તમારું પ્રયોજન છે. ઘણું જાણવા સાથે તમારું પ્રયોજન નથી.
જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે શાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે.’ એટલે કેવળજ્ઞાનની વાત કરીને આત્મસ્થિતિ અને આત્મસમાધિની વાત કહેવી છે એમને. એ આશયથી એ વાત ચાલી છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે,...’ એમ કરીને એમ કહેવું છે કે જે જગતનું જ્ઞાન, લોકાલોકનું જ્ઞાન થાય છે ત્રણ લોકનું, ત્રણ કાળનું, એ સામાન્ય જીવોને આકર્ષણ કરવા માટે પણ એ વાત કરી છે. કેમકે એ પહેલા શુદ્ધ ચારિત્રની તારતમ્યતાને સમજી શકે નહિ. અધ્યાત્મ એનો વિષય નથી. તો પછી એને આકર્ષણ માટે શું આ કરવી ? તો કહે છે, એની સામું જોયા વિના અંતર્મુખ રહીને લોકાલોકને અને ત્રણે કાળને જાણી લે એવો જેનો અતિશય હોય તેને કેવળજ્ઞાન કહ્યું છે.
જુઓ ! સામાન્ય માણસમાં અને આમાં કેટલો ફરક છે ? એમ કરીને એણે એક ચમત્કાર બતાવવા માટે પણ એ વાત કરી છે. એમ કરીને એ આકર્ષણનો વિષય બનાવ્યો છે. અન્યમતની અંદર એવો ચમત્કાર ઘણો છે અને અન્યમતવાળાને ખબર પડે કે ઓહો..! આવું કોઈ કેવળજ્ઞાન જૈનમાં છે ! તો એને તો બહુ મોટી વાત લાગે. પછી એ વિષયમાં ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરે. એ દૃષ્ટિકોણ પણ એની અંદર છે. એટલે મુખ્યપણે એવી વાતો આવે છે. પણ ખરેખર મુખ્યપણે એવી વાત ક૨વાનો અભિપ્રાય નથી એમ કહે છે. (અહીં સુધી રાખીએ...)