________________
પત્રાંક-૬૮૦.
૪૦૩ કારુણ્યવૃત્તિ ઉત્પન્ન થઈ છે. તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા....” કલ્યાણ કરવાની કરુણા કે ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા ‘એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. અમારા હૃદયનો ચિતાર આ અમે ખોલ્યો છે એ માત્ર કરણાદષ્ટિએ ખોલ્યો છે. બીજી કોઈ કલ્પના કરશો નહિ. અભિમાનની કલ્પના કરશો નહિ. અતિશયોક્તિની કલ્પના કરશો નહિ, બીજી કોઈ કલ્પના નહિ કરતા. એટલી ચોખવટ કરી નાખી છે. જેને પહેલું વાંચતા જ કલ્પના થઈ જાય છે અને પછી છેલ્લી લીટી સમજાતી નથી. પૂર્વગ્રહ થઈ જાય. શરૂઆતના શબ્દો એવા છે કે એ વાંચતા જ પૂર્વગ્રહ થઈ જાય. ઓહો...! આમને તો બહુ અભિમાન આવી ગયું લાગે છે. આ તો બહુ અભિમાનના તોરમાં લખતા લાગે છે. એવો પૂર્વગ્રહ થઈ જાય પછી નીચેની આ ત્રણ લીટી એને અસર ન કરે. વાંચી ન વાંચી થઈ જાય, ગૌણ થઈ જાય. એમણે તો ચોખવટ કરી છે. ૐ શ્રી મહાવીર.’ લ્યો ! છેલ્લે એમ કહ્યું.
મુમુક્ષુ - માર્ગના જાણનાર હોય એને આવી કરુણાવૃત્તિ થાય જ થાય.
પૂજ્ય ભાઈશ્રી – આવી કરુણાબુદ્ધિ થાય. એ તો ગુરુદેવની જેમ કોઈ મોટા ઉપદેશક તરીકે જગતમાં પ્રસિદ્ધ નથી થયા છતાં કેટલી કરુણાવૃત્તિ થઈ છે ! તો ગુરુદેવને તો કેટલી કરુણાવૃત્તિ થઈ હશે ત્યારે આટલી પ્રવૃત્તિ કરી હશે !! એ સમજવા જેવો વિષય છે.
મુમુક્ષુ - જગતના જીવોની દશા જોઈને હૃદય રડે છે. પૂજ્ય ભાઈશ્રી:- હા. બરાબર છે. મુમુક્ષુ :- ગમે તેવો વિરોધી આવે... એકદમ કરુણા...... પૂજ્ય ભાઈશ્રી - એકદમ કરુણા. એમ જ કહે અરે. ભગવાન ! એના મૂળ સ્વરૂપે પહેલા જોવે, પ્રધાનતા એને આપે.
મુમુક્ષુ :- ભૂલેલો પણ ભગવાન છે.
પૂજ્ય ભાઈશ્રી – ભૂલેલો પણ ભગવાન છે. આ તો દુઃખી થવાનો રસ્તો છે, બાપુ ! એમ કહે. આ કાંઈ સુખી થવાનો રસ્તો નથી, આ દુઃખી થવાનો રસ્તો છે. પણ શું થાય એને એમ ભાસે છે. એને એમ લાગે છે. પણ શું થાય ? પણ એને એમ લાગે છે. એમ કરીને ગૌણ કરી નાખતા. અને એ તો સમજે છે કે મારો કોણ વિરોધ કરી શકે ? મારો આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનપિંડ, ચૈતન્યસ્વરૂપનો વિરોધ કોણ કરી શકે ? અને વિરોધ થઈ શકે, કરી શકે એવી કોઈ વસ્તુસ્થિતિ