________________
૩૬૯
પત્રાંક-૬૭૯ છે... એટલે એને એ જ્ઞાન અને સંદેહરૂપ લાગે છે.
એમાં-કેવળજ્ઞાનની અંદર શું વિચિત્રતા છે ? કે કેવળજ્ઞાની જીવનો જે ઉપયોગ છે એ પૂરેપૂરો (અંતર્મુખ છે). એને લબ્ધ ઉપયોગના બે ભેદ નથી એક તો. લબ્ધનો ભાંગો પૂરો થઈ ગયો. કેવળ ઉપયોગ જે છે એ ઉપયોગ નિરવશેષપણે એટલે કાંઈપણ એનો એક અંશ પણ રહ્યા વિના પૂરેપૂરો અંતર્મુખ છે. એક બાજુથી પૂરેપૂરી પોતાના સ્વરૂપમાં તન્મયતા છે, એ જ ઉપયોગની અંદર લોકાલોક અને અનંત કાળનું જ્ઞાન છે. લોકાલોકના સર્વ પદાર્થોનું અને સર્વ કાળની પર્યાયનું જ્ઞાન છે. લોકાલોકની સન્મુખ થયા વિના, એક અંશે પણ સન્મુખ થયા વિના, ઉપયોગને ફે ૨વ્યા વિના. આવું એક સાથે એક જ ઉપયોગની અંદર એના–સ્વપપ્રકાશકપણાના બે રૂપ છે. એક ઉપયોગના બે રૂપ છે. એટલે કેવળજ્ઞાનનો ઉપયોગ ઘણાને નથી સમજાતો કે કેવળજ્ઞાન કેવું? એ કેવી રીતે બને કહે? અંદર જોવે ને બહારનું દેખાય? બહાર જોયા વગર બહારનું દેખાય? અને તે બધું દેખાય પાછું ! અનંતકાળનું દેખાય ! આ વાત વિચારકોટીથી પોતાને ન સમજાય એવી છે. કેમ? કે વિચારની મર્યાદા બહારનો આ વિષય છે. વિચારમાં જો માણસ એમ લે તો Set નથી થાતું. કે અંતર્મુખ કેટલું? કે પૂરેપૂરું. થોડીક તન્મયતા હોય ને ? એક વિષયની અંદર એકાગ્રતા એકદમ થાય તો બીજા વિષયની ખબર ન પડે. છાપાની એક કોલમ વાંચે તો બાજુની કોલમનો ખ્યાલ ન આવે કે બાજુની કોલમમાં કયા સમાચાર હતા. કેમકે એક જ કોલમ ઉપર એને એમ લાગ્યું કે આમાં બહુ સારા સમાચાર છે અથવા બહુ ખરાબ સમાચાર છે. એકાગ્રતા થઈ જાય તો બાજુના અક્ષર ન વાંચે.
આમ એકાગ્રતાનો અભ્યાસ જે છદ્મસ્થ જીવોને છે એ એવો છે કે એ એક જ વિષયને ઉપયોગ કરી શકે, બીજા વિષયને ઉપયોગ વિષય જ ન કરી શકે. એવી પરિસ્થિતિમાં કેવળજ્ઞાન લોકાલોકના અનંતા પદાર્થોને અનંત સમયોને પણ વિષય કરી લે છે. એ વાત ઘડ બેસતી નથી. વિચારની ભૂમિકામાં એ ઘડ નથી બેસતી. કોઈ વિચારાતીત ભૂમિકાનો એ વિષય છે.
મુમુક્ષુ:- ...
પૂજ્ય ભાઈશ્રી – હા. એ ગુરુદેવને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે જરાક આનું દૃષ્ટાંત આપીને સમજાવોને. ત્યારે ગુરુદેવે” એમ કહ્યું, કે પાણીમાં તારા. એક તળાવ હોય કે નદી હોય એમાં સ્થિર પાણી હોય. અને અંધારી રાતે એમાં અસંખ્ય