________________
રાજહૃદય ભાગ-૧૩
જ્ઞાની એ વાણી જ્યારે કહે છે ત્યારે એ પ્રકારના ભાવના આવિર્ભાવમાં આવે છે. પોતાના સ્વરૂપ ઉપર એની ભીંસ હોય છે. પુરુષાર્થની ભીંસ ક્યાં હોય છે ? અકષાયસ્વભાવ ઉપર પુરુષાર્થની ભીંસ હોય છે. અને એ ભીંસમાંથી જે વાણી છૂટે છે એમાં એ પ્રકારનો આશય જળવાઈને આવે છે. જ્યારે અજ્ઞાનીની વાણીને રાગનું અવલંબન અને રાગનો આધાર હોવાથી એની ભીંસ રાગ ઉપર ચાલે છે, વર્તી રહી છે. અને એ પ્રકારે એ વાણી નીકળવાની છે. એટલે બંનેનો એક આશય, સમતુલ્ય આશય વાણીની અંદર શબ્દે એકસરખો હોવા છતાં પણ એ આશય જળવાતો નથી, એ આશય સાચવી શકાતો નથી.
૩૦૮
‘કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.’ એ જેટલું તુલ એટલે વજન આપે છે તેટલું વજન (શુષ્કજ્ઞાનીની વાણીમાં હોતું નથી). આને તો સાધના વર્તે છે એટલે એ વજન જાય છે. આને સાધના વર્તતી નથી એ વજન લાવે ચાંથી ? આવે કચાંથી ? આવી શકે નહિ. કદાચ એવું જોઈને, જાણીને, સમજીને કરવા જાય તો કૃત્રિમતા આવી જાય. જે એની સ્વભાવિકતા છે, Naturality છે એ એની અંદર આવી ન શકે. કૃત્રિમતા તે કૃત્રિમતા છે, અસલિયત છે એ અસલિયત છે. અને એની પરખ ઉત્કૃષ્ટ મુમુક્ષુ-એ Line માં પ્રવેશવાનો અધિકારી થયો છે એને એની પરખ આવે છે કે આને કૃત્રિમતા છે કે સહજતા છે.
..કેટલાક મુદ્દાઓ પણ એમણે સ્પષ્ટ કર્યા છે. પહેલા જ્ઞાનીની વાણી કેવી હોય છે એ કહે છે કે, જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે;... પહેલા વચનમાં ત્રણ મુદ્દા લીધા. પહેલા વાકયની અંદર ત્રણ વાત લીધી છે કે, જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ...' હોય છે. વિરૂદ્ધ ધર્મનું પ્રતિપાદન કરતી વખતે પણ એ પૂર્વાપર અવિરોધ હોય છે. નિત્ય અને અનિત્ય, શુદ્ધતા અને અશુદ્ધતા. જ્ઞાની સુખી પણ છે અને જ્ઞાની દુઃખી પણ છે. વિરુદ્ધ ધર્મ છે ને ? મિશ્ર પર્યાય છે. એમ પદાર્થમાં આત્મા નિત્ય પણ છે આત્મા અનિત્ય પણ છે. અને સ્વભાવ અનુભયસ્વરૂપ પણ છે. નિત્ય અને અનિત્ય-ઉભય પરસ્પર વિરુદ્ધ સ્વભાવ છે. ઉભય સ્વભાવ પરસ્પર વિરોધી છે અને સ્વભાવ અનુભયસ્વરૂપ પણ છે. એટલે કે જેમાં નિત્ય-અનિત્યપણાનો ભેદ જોઈ શકાતો નથી, અનુભવી શકાતો નથી. એવું જે અવિરોધપણું છે એ જ્ઞાનીની વાણીમાં આવી શકવા યોગ્ય છે. અજ્ઞાનીની વાણીમાં એ પૂર્વાપર અવિરોધપણું ન