________________
૨૬૬
રાજહૃદય ભાગ-૧૩ સર્વ અજ્ઞાન અને સર્વ કષાય એ વીતરાગમાં લીધું છે. પણ એ તો જેટલું વીતરાગને લાગુ પડે છે એટલું બધાને લાગુ પડે). એની જાત હોવાથી એને લાગુ પડે છે. રાજાને ત્યાં કુંવર જન્મે, રાજાને ત્યાં પહેલવહેલો કુંવર જન્મે ત્યારે રાજાને યોગ્ય બધું સન્માન અને કરે. શું કહે ? અરે! ભાઈ ! આ મારો રાજા આવ્યો. શું કહે ? આ અમારો રાજા છે. હવે આ રાજા થવાનો છે. એમ જ કહે, શું કહે ? નામમાં નૈગમનય ઉત્પન્ન થઈ જાય છે. એ એની Practical side છે. એ બહુમાન કરવાની Practical side છે. એ આવ્યા વગર રહે જ નહિ. જે બાળક જન્મ પામ્યો છે એ બાળકને દિનદશાનું ભાન નથી. રાજાના કુંવર તરીકે જે જન્મ્યો એ બાળકને કાંઈ દિનદશાનું ભાન નથી. ક્યાં સૂરજ ઊગે છે, ક્યાં આથમે છે, કોણ રાજા, કોણ પ્રજા, કોણ ગરીબ, કોણ તવંગર, કાંઈ એને ખબર નથી. પણ આખા રાજની અંદર બધા ઉત્સવ કરે છે. આ તો એક લૌકિકમાં આ પરિસ્થિતિ છે. આ તો જાગૃત છે. ઓલા બાળકને તો દિનદશાનું ભાન નથી. આ તો જેવો મોક્ષમાર્ગમાં જન્મ થાય છે, કોઈપણ જીવનો મોક્ષમાર્ગની અંદર નવો જન્મ થાય છે એટલે એ સીધો સિદ્ધપદને અનુભવે છે. પોતાના નિજ સિદ્ધપદને અનુભવે છે. પરમાત્મા થયો એમ કહે છે. “અમૃતચંદ્રાચાર્ય ૧૪૩ ગાથામાં કહે છે કે એ તો પરમાત્મા થયો.
મુમુક્ષુ - અનુભવ થયો એટલે એ સિદ્ધ થવાનો જ.
પૂજ્ય ભાઈશ્રી :- હા. સિદ્ધ થવાનો અને પોતાના વર્તમાન સિદ્ધપદને તો અનુભવે છે. એટલે તો ચરમશરીરની ચર્ચા કરી કે ચરમશરીરીપણું છે એની શું કરવા માંગો છો? તમે ચર્ચા કરો છો કે આ કાળે હોય કે ન હોય. અત્યારે કોઈને ચરમશરીરીપણું હોય તો એક ભવ બાકી રહે. એવી ચર્ચા તમે શું કરવા કરો છો ? એ કથન ઉપર શું કરવા તમે વજન આપો છો ? અમે અત્યારે જ અમારા સિદ્ધાત્માને અનુભવીએ છીએ. ભાવનયે તો અમે સિદ્ધ જ છીએ. એમ કહે છે. ભાવનયે અમે સિદ્ધ છીએ એમ જો ન કહેવામાં આવે તો અમે નથી એમ કહેવું પડે એવું છે અમારે. એટલે અમે આ મોજૂદ ઊભા છીએ. સિદ્ધપણે અમે મોજૂદ છીએ, એમ કહે છે.
મુમુક્ષુ - ન્યાયસર વાત છે.
પૂજ્ય ભાઈશ્રી - ન્યાયસર વાત છે અને જોર છે એમનું. પોતાના સ્વરૂપ પ્રત્યેનું જોર છે. અને એ જોર વ્યક્ત થાય છે એમાં રહસ્ય છે. દિગંબરના તીખા વચનોમાં રહસ્ય સમજાય છે.” એ તીખા વચન જે છે એની અંદર રહસ્ય રહેલું છે.