________________
રાજહૃદય ભાગ-૧૩ સો નહિ તો ૯૫ તો પાકા થયા ને. ૪૭ ને ૫ = ૫૨. પાંચ ઓછા થયા. ૯૫ વર્ષ પહેલા એમ લખે છે કે જગતના પ્રસંગો જોતાં એમ લાગે છે, “એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના...” સત્સંગના સમાગમ અને સત્સંગના આશ્રય વિના નિરાલંબ બોધ..” આ અવલંબન છે. બોધને સ્થિર રહેવા માટેનું આ એક અવલંબન છે. શું કહે છે?
સત્સંગની અંદર જીવને જે કાંઈ આત્મહિતનો બોધ છે એનો રસ ઘૂંટવા માટેનું એક આલંબન મળે છે. આપણે સમૂહસ્વાધ્યાય છે એ એક સત્સંગનું રૂપ છે. ઉપદેશક, ઉપદેશ્ય એવો અહીંયાં કોઈ પ્રકાર આપણે નથી. સાથે મળીને આત્મરસ, આત્મહિતની વાર્તા, એ સંબંધીની વિચારણા, એ સંબંધીનો રસ એનો વિકાસ કરવો. સહિયારો પ્રયાસ જેને કહેવામાં આવે. એકલો જે પ્રયાસ ન થઈ શકે એ બીજા એવા સમવિચારવાળા જીવોની સાથે બેસીને એ પ્રયાસ સારી રીતે થઈ શકે છે. અને તે પ્રયાસ જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે એવું જે છઠ્ઠ ગુણસ્થાન ત્યાં સુધી ઉપદેશ્યો છે. જો તું તારા આત્મામાં સ્થિર ન રહી શકતો હોય અને તારો ઉપયોગ બહાર જાતો હોય તો તું વિવેક કરજે કે સત્સંગમાં રહે છે કે અસત્સંગમાં? આટલો વિવેક કરજે. જો તું એ વિવેક ચૂકી ગયો તો સમજી લે કે તારો પત્તો ખાવાનો નથી.
એટલે એ એક એવો જગતના પ્રસંગ જોતાં એમ વિવેક કરવા યોગ્ય છે કે આ “સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ...” આવા આલંબન વગર તેને નિરાલંબ કહે છે. નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.” સ્થાન નહિ પામે. તને એમ લાગશે કે આ વાત સારી છે. ગ્રંથમાં આ વાત કરી છે એ બહુ સારી છે. પણ એ વાતનું આત્મામાં સ્થાન પામવું, સ્થિર થવું એમાં સત્સંગ અનિવાર્ય છે. જ્યાં સુધી નિમિત્તાધીન વૃત્તિ છે ત્યાં સુધી તો નિમિત્તનો વિવેક કરજે. એ નિમિત્તનો વિવેક તે આત્માનો વિવેક છે એમ સમજવા યોગ્ય છે. આ ગુરુદેવના શબ્દો છે. નિમિત્તનો વિવેક છે તે આત્માનો વિવેક છે.’ લોકો એમ જાણ્યું કે “કાનજીસ્વામી તો નિમિત્તને ઉડાતતા હતા. ખરેખર એમણે એમ કહ્યું કે “નિમિત્તનો વિવેક છે તે આત્માનો વિવેક છે.” “પરમાગમસારમાં ૭૨૭મો બોલ છે કે નિમિત્તનો વિવેક છે એ આત્માનો વિવેક છે. અને એ વિના બોધ સ્થિર રહેવો વિકટ છે.” એટલે ન રહી શકે એવી આ જગતના પ્રસંગોની પરિસ્થિતિ છે. એટલા માટે બને તેટલો સત્સંગ ઉપાસવા યોગ્ય છે. એ વાત અહીંથી સ્પષ્ટ થાય છે. (અહીં સુધી રાખીએ...)