________________
પત્રાંક-૬૫૪
૧૧૯ ચાલતો હોય અને રટણ કાંઈક ચાલતું હોય. એ બધી પરિસ્થિતિ ઊભી થઈ જાય. એવી કાંઈ વિધિ કહેવાય ? એને કાંઈ વિધિ કહેવાય ? એ તો અવિધિ થઈ.
મુમુક્ષુ - વિધિ તો એને કહેવાય કે જેનું પરિણામ...
પૂજ્ય ભાઈશ્રી – હા. વિધિ તો એને કહેવાય કે જે સુયોગ્ય કાર્યપદ્ધતિ હોય અને જેનું કાંઈ યથાર્થ પારમાર્થિક ફળ આવે તો એને વિધિ કહેવું અથવા સુવિધિ કહેવું એ બરાબર છે. નહિતર વિપરીત પદ્ધતિ તો છે જ.
મુમુક્ષુ:- .
પૂજ્ય ભાઈશ્રી :- એ તો છે જ. યથાર્થતા ન હોય ત્યારે પછી એમાં બધી ગડબડ તો થવાની જ છે. જ્યાં જ્યાં યથાર્થતા નથી ત્યાંથી કાંઈક ને કાંઈક વિકૃતિ ઊપજવાની જ છે. યથાર્થતા છે તે વિકૃતિનો નાશ કરીને અવિકૃત સ્વભાવિક સ્થિતિમાં જીવને મૂકે છે. પણ જ્યાં યથાર્થતા નથી ત્યાં તો કાંઈ ને કાંઈ વિકૃતિ આવવાની જ છે, આવ્યા વગર નહિ રહે.
અત્રે તમે બેય પત્ર લખ્યા તેથી કશી હાનિ નથી.” જુઓ ! પત્ર પણ અચકાતા-અચકાતા લખે છે. આપનો પત્ર આવ્યો નથી અને હું બીજો પત્ર લખું છું તો મારા તરફના કોઈ વિકલ્પ વધવાનું તો કારણ નથી થતું ને કાંઈ ? કેટલી અંબાલાલભાઈ'ની યોગ્યતા છે ! “સોભાગભાઈ પછી એમનો નંબર અંબાલાલભાઈનો આવે છે. ઘણા આજ્ઞાંકિતપણે એ રહ્યા છે. પત્ર લખવાની અંદર પણ જુઓ ! બે પત્ર લખ્યા તો બીજો પત્ર લખતા અચકાણા છે. હજી પહેલા કાગળનો જવાબ નથી આવ્યો અને હું તો બીજો પત્ર લગાડું છું. દસ દિવસે ઉત્તર આપ્યો છે. તો દસ દિવસે બીજો કાગળ મળ્યો છે. તો એમાં પોતે અચકાતા હતા. કાંઈ વાંધો નહિ, ભલે તમે લખ્યો. તેથી કોઈ હાનિ નથી. ભલે બીજો પત્ર તમારો આવ્યો.
હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગવાસિષ્ઠ વાંચશો.’ એ બન્ને અન્યમતિના ગ્રંથો છે અને મુમુક્ષતાનો વિષય બંનેમાં સારો ચાલ્યો છે. એટલે યોગ્યતા અને પાત્રતા માટે એ વાંચવાની ભલામણ કરી છે. શ્રી સોભાગ અત્રે છે.” સોભાગભાઈ એ વખતે “મુંબઈ આવેલા છે. પ્રત્યક્ષ પરિચય માટે ... રહ્યા છે. નહિતર નિવૃત્તિ ક્ષેત્રમાં જતા પણ આ વખતે ઘણા વખતે “મુંબઈ - ૧૯૫ર ના કારતકમાં “મુંબઈ છે. પછી જે “સુંદરદાસજીનો ગ્રંથ વાંચવાનું લખ્યું છે એ બનતા સુધી પદમાં છે. એ પદ એક દોહરાવ્યું છે. પ્રેરણા કરી છે ને ? કે “સુંદરદાસજીનો ગ્રંથ તમે વાંચજો. પોતે પણ એ ગ્રંથ વાંચેલો છે. એમને તો યાદદાસ્ત ઘણી હતી. વાંચે એ તો ઘણું યાદ રહી જતું હતું. એક પંક્તિ, એક કડી એમાં નાખી છે.