________________
પત્રાંક-૬૭૯
૩૩૩ પકડી શકે છે. ન કહે તોપણ પકડી શકે છે. નહિતર ઘણા પૂછી લે. આપણે પૂછી
લ્યો ને. ભાઈ ! એ પૂછવાનો વિષય નથી અને કોઈ કહે તો એ સાંભળવાનો વિષય નથી. કેમ ? કે એ પરખવાનો વિષય છે. કહે તેથી એ માની લેવું અને ન કહે તેથી ન માનવું. એ વિષય નથી. આ પરખવાનો વિષય છે. એટલે પરીક્ષાબળ હોવું જોઈએ. અને તે ઉત્કૃષ્ટ મુમુક્ષુને એ બળ હોય છે. ગમે તેની પાસે એ બળ હોતું નથી.
પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય....” Original, હોં ! કોઈએ પકડેલી વાતમાં ફેરફાર થવાનો સંભવ છે. આશય ફેર થઈ જાય. પણ પૂર્વકાળે જે જ્ઞાની થયા હોય અને તેમના શ્રીમુખેથી જે વાણી બહાર આવી હોય એ એમનેમ રહી ગઈ હોય અથવા પોતાના લખેલા પત્રો હોય, પોતાના લખેલા પદો હોય. ગદ્યમાં કે પદ્યમાં કોઈ પણ રીતે હોય. તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે.” બીજા જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને સમજી શકે કે આ જ્ઞાની છે. એ એની વાણી ઉપરથી નક્કી કરી શકે કે કહેનાર જ્ઞાની છે. એ સમજાય જાય છે.
આ વાણી જ્ઞાની પુરુષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે. અહીંયાં પાછો આશય શબ્દ વાપર્યો છે. આ Paragraphમાં તો ત્રણ વખત આશય શબ્દ વાપર્યો છે. કેમકે ચત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે...” એમાં જે આત્માર્થ ઝળકે છે એ આમાં આવતો નથી. એકમાં પ્રકાશ છે અને એકમાં અંધારું છે. હીરો તો હીરો છે પણ જે સાચો છે એમાં પ્રકાશ છે અને જે ખોટો છે, કાચનો કટકો છે, ગમે તેવો ચળકાટ દેખાય તોપણ એમાં પ્રકાશ નથી એમ કહે છે.
મુમુક્ષુ – સાચા કરતાં પણ વધારે ચળકે.
પૂજ્ય ભાઈશ્રી – હા. પણ Eye glass મૂકો તો આંધળું લાગે. આમ નરી આંખે જુઓ તો ખોટા હીરાની ચમક વધારે લાગે અને સાચા હીરાની ચમક ઓછી પણ લાગે. બરાબર ધોયેલો ન હોય, સાફ કરેલો ન હોય, મેલ ચડેલો હોય. ઓછી પણ લાગે. ઓલાની એકદમ સાફસૂફ કરીને એવી રીતે મૂક્યો હોય, એના ઉપર Reflection પડે એવી રીતે. એમ લાગે કે આ હીરો બહુ સારો છે. હોય એ ખોટો. પણ જો એને Eye glass થી જોવામાં આવે તો સાચામાં જે Light દેખાય છે.