________________
૨૨૯
પત્રક-૬૭૧ (કહ્યું હતું કે મુમુક્ષુને યોગ્ય કોઈ માર્ગદર્શનનો ઉત્કૃષ્ટ ગ્રંથ હોય તો આ “શ્રીમદ્ રાજચંદ્ર છે અને બીજું “બહેનશ્રીનાં વચનામૃતમાં એ વિષય એમણે વધારે લીધો છે. જ્ઞાનીઓ અને મુનિઓના વિષય કરતા પણ મુમુક્ષુનો વિષય એમણે લીધા છે. બે ગ્રંથ મુમુક્ષુને માટે બહુ જ લાભનું કારણ છે. “ગુરુદેવશ્રીએ વચનામૃત પુસ્તકની વિશેષ જે વાત કરી એ મુમુક્ષુના હિત ખાતર વાત કરી છે. ૬ ૭૦ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૭૧
મુંબઈ, ફાગણ સુદ ૩, રવિ, ૧૯૫૨ તમારો કાગળ એક આજે મળ્યો છે. તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્નો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા. યોગ્ય છે.
પ્રશ્રોથી ઘણો સંતોષ થયો છે. જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વેદાય તે પ્રકારે વર્તાય છે. અને તેથી વિસ્તારપૂર્વક પત્રાદિ લખવાનું ઘણું કરીને થતું નથી.
શ્રી સુંદરદાસજીના ગ્રંથો પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો, તો કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્તર સમજાવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પહોંચ લખી છે. એ જ.
ભક્તિભાવે નમસ્કાર..
૬૭૧. સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. તમારો કાગળ એક આજે મળ્યો છે. તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્રો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા યોગ્ય છે. ડુંગરભાઈએ પ્રશ્નો લખાવ્યા છે. એ પત્રવ્યવહાર બધો “સોભાગભાઈ કરતા હતા. બંને મિત્રોમાં પત્રવ્યવહાર એ કરતા હતા. મહા વદ ૧૧ છેલ્લો કાગળ છે. પછી ફાગણ સુદ ૩ છે. તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા યોગ્ય છે.” કેમકે કોઈ પ્રશ્નનો ઉત્તર આપવામાં એ પહેલા બીજા કેટલાક પ્રશ્નોનું સમાધાન કરવું યોગ્ય જાણીને એ પ્રશ્નનો સીધો ઉત્તર આપવાને બદલે એમ કહેતા કે સમાગમની અંદર આ વાત