________________
પત્રાંક-૬૭૯
૩૭૯ ભણવા. એમાં કાંઈ અંતર નથી. જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજો જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો.” બેય બોજો ઉપાડ્યો. એકે મનથી બોજો ઉપાડ્યો, બીજાએ શરીરથી બોજો ઉપાડ્યો. પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગીપણું થાય એમ સમજણ છે. વાસ્તવિક લક્ષ્યાર્થ વિના. જે આત્માનું લક્ષ છે, અર્થ નામ પ્રયોજન, લક્ષ્યાર્થ એટલે લક્ષ થવાનું પ્રયોજન સર્યા વિના તે બધું જાણવું નિરૂપયોગી થાય એવી સમજણ છે. “અંબાલાલભાઈને પત્ર લખ્યો છે.
મુમુક્ષુ – મૂળ મુદ્દાની વાત લખી છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે શાસ્ત્ર વાંચવું એમાં બે વાત છે. બોજો ઉપાડવાનો નથી. લક્ષ્યાર્થ. આત્માનું લક્ષ થવું જોઈએ. જિનપદ નિજપદ એકતા.” લક્ષ્યનો વિષય શું છે ? “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ, લક્ષ થવાને તેહનો, કહ્યા શાસ્ત્ર સુખદાઈ.” આ જિનપદ અને નિજપદ એક છે એવો લક્ષ થવા માટે બધા શાસ્ત્રો કહ્યા છે. હવે એવો લક્ષ ન કરે તો એણે શાસ્ત્રો વાંચ્યા નથી, બોજો ઉપાડ્યો છે. બીજું કાંઈ નથી. બીજાને સમજાવી તો ન શકે પણ સમજાવું છું એવો અભિનિવેશ જરૂર થાય. એને દુષ્ટ અભિમાન કહેવામાં આવ્યું છે.
મુમુક્ષુ – સમજાવી શકું એ ભાવ જ મિથ્યાત્વ દઢ થઈ ગયું. પૂજ્ય ભાઈશ્રી :- હા.
એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી...” જુઓ ! હવે પોતે એના ઉપર ખાસ ભલામણ કરે છે કે જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય...” કેમકે જગતના જ્ઞાનમાં તો આખા જગતને જાણવાની વાત આવી. એ તો પરરુચિમાં જાશે તારે. પણ “સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. આખા Paragraph આ મહત્ત્વનું વચન છે.
તમારે તો જેમ બને તેમ જગતના પ્રત્યેનો વિચાર છોડી..' તમને તો સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે.” આત્મજ્ઞાન કરવાનો પુરુષાર્થ કરો અને આત્મજ્ઞાન કેમ થાય તે દૃષ્ટિએ કેવળજ્ઞાનનો વિચાર કરો. જગતના જ્ઞાનને અને તમારે કાંઈ આગળ વધવા જેવું નથી. એ તો તમારી પરરુચિનો અનાદિનો વિષય છે. એને કાંઈ સમર્થન આપવા જેવું નથી અને એ રુચિનો વિકાસ કરવા જેવો નથી.