________________
૪૬૪
રાજહૃદય ભાગ-૧૩
આવે નહિ. ગમે તેટલી વિદ્વતા હોય અને આચાર્યોના, જ્ઞાનીઓના વચનને અડીને ગમે તેવી વાત કરે તોપણ વિધિનો વિષય ન આવે તે ન આવે. જ્ઞાનીની વાણીની આ એક મહત્વની ખૂબી છે. એ વિધિને, એ માર્ગને શોધતા એવા પાત્રજીવને જ્યારે એ માર્ગ સમજાય છે, ખ્યાલમાં આવે છે એ થોડો અંતરલક્ષે ખ્યાલમાં આવે છે. એકલો બહિર્લક્ષે ખ્યાલમાં નથી આવતું પણ થોડું એ વખતે અંતર્ત્યક્ષ થાય છે. કાંઈક પોતાના ભાવો સાથે એની મેળવણી થાય છે. આમ પણ કોઈ વાત સંમત ક૨વી હોય ત્યારે અંદર જ જાવું પડે છે.
કોઈપણ માણસની વાત આવે ત્યારે એ બરાબર હશે કે બરાબર નહિ હોય એને માટે એને મનમાં થોડોક વિચાર કરીને પછી સંમતિ કે અસંમતિ આપવી પડે છે. સામાન્યમાં સામાન્ય બાબત હોય તોપણ. તો આ તો જે વિષયનું રહસ્ય હજી પોતે એક પડદામાં રહીને, અજાણપણાના પડદામાં રહીને શોધે છે. અને એ શોધની તીવ્રતામાં આવેલો ઉત્કૃષ્ટ પાત્ર જીવ છે. એ વખતે તો અપૂર્વ જિજ્ઞાસા છે. બીજું લક્ષ નથી. એને જ્યારે એ વિધિ વાણીમાં આવે છે ત્યારે સહેજ અંદરમાં જોઈ લ્યે છે કે આમ હોવા યોગ્ય છે. માર્ગ આમ હોવા યોગ્ય નથી. આ વિધિ આમ જ હોવા યોગ્ય છે ? તો એને એક અંધારામાં કોઈ પ્રકાશ થતો હોય એવી રીતે એ વાત સમજાય છે.
‘તત્ત્વાનુશીલન’માં ‘સુવિધિમાં એ વિષય લીધો છે. અંધારામાં જેમ પ્રકાશ થાય અને ખબર ન પડે એવું બને નહિ. અંધારામાં પ્રકાશ થાય અને ખબર ન પડે એમ કેમ બને ? એમ પોતે અંધારામાં ઊભો છે એને આ જે માર્ગનો પ્રકાશ થાય અને સહેજ અંતર મેળવણી થઈ એ વાત સંમત થાય છે. થોડુંક તો કાંઈક ફેરફારવાળું આવે છે. ત્યારે અંતર મેળવણીનો વિષય નહોતો લીધો. ત્યારે એને પ્રતીત થઈ જાય છે કે આ માર્ગનો અનુભવીપુરુષ કહે છે. એ વગર આ વાત હોઈ શકે નહિ. એ પણ એના અનુસંધાનનો વિષય છે. જેમ જાગૃતિ એના અનુસંધાનનો વિષય છે એમ આ માર્ગની વિધિનું સૂક્ષ્મ રહસ્ય છે એ પણ એના પોતાના અનુસંધાનનો વિષય છે. અને એનાથી એને વિશ્વાસ આવે છે કે નક્કી આ જ્ઞાનીપુરુષ છે. જ્ઞાનીપુરુષ વિના આ વાત આવી શકે નહિ.
એવા મુખ્ય મુખ્ય જે મુદ્દાઓ છે એના ઉ૫૨થી એના ઉત્તર મુદ્દાઓની પણ એને પ્રતીતિ આવે છે. જેમકે ઉદાસીનપણું છે એ પછી એને સમજાય છે. એ પ્રવૃત્તિ તો કરે છે પણ પ્રવૃત્તિમાં ઉદાસીનપણું છે. અનેક જીવો સાથેનો વ્યવહાર વર્તે છે પણ વ્યવહા૨માં સ૨ળતા ઘણી છે. નિર્દોષતા અને પવિત્રતાની ઉપાદેયતા વર્તતી હોવાથી થોડો પણ ગુણ જોવે તોપણ એને ગુણપ્રમોદ આવે છે. ગમે તે વિષય સામે