________________
૪૦૬
રાજય ભાગ-૧૩ વિષય ગંભીર છે. જરા ચિત્તની સ્થિરતાથી વાંચજો. ઊંડા ઉતરીને વાંચજો. એમનેમ વાંચતા નહિ. એટલે અત્યારે એમનેમ વાંચી જવા જેવું નથી એમ કહે છે.
મુમુક્ષુ :– પહેલુંવહેલું હાથમાં આવ્યું ત્યારે પત્રો તરીકે જ વાંચી ગયા હતા. પૂજ્ય ભાઈશ્રી :– એમાં આવી રીતે નહોતું આવ્યું કે ચિત્ત સ્થિરતાથી વાંચજો ? એમનેમ વાંચવા જેવું નથી. કાગળની જેમ વાંચી જવા જેવું નથી. ઠીક ભાઈ આના ઉપર કાગળ લખ્યો છે, આના ઉપર કાગળ લખ્યો છે. એમ નથી. અંદર જે માલ ભર્યો છે એ સ્થિર ચિત્તે એમાંથી માલ કાઢીને લેવા જેવો ભર્યો છે.
?
તો જેટલી બને તેટલી ચિત્તસ્થિરતાથી વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો.’ એટલે પ્રસિદ્ધિ કરવા ન માટે તમને નથી મોકલતા કે તમે અમારી પ્રસિદ્ધિ કરો. પાછા પાંચ બીજાને કહો કે જુઓ ! આ વાંચવા જેવું છે, બહુ સારી વાત આવી છે. અત્યારે તમારા પૂરતી વાત રાખજો તમે. પ્રસિદ્ધિ કરવા માટે તમે આ વાતનો ઉપયોગ નહિ કરતા. એ જ વિનંતિ.’જુઓ ! એમને પ્રસિદ્ધિનો જરાય મોહ નહોતો એ પણ આમાંથી સ્પષ્ટ થાય છે. એ ૬ ૮૧ (પત્ર પૂરો) થયો.
પત્રક-૬૮૨
મુંબઈ, ચૈત્ર વદ ૧, સોમ, ૧૯૫૨
બેય મુમુક્ષુ (શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયાં એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણવિશેષ પ્રત્યે દષ્ટિ કરતાં કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદ્વિચારનું બળ વર્ધમાન થાય, એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે; છતાં જે કારણવિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે.
૬૮૨માં એજ તારીખે એમણે પાછો ‘અંબાલાલભાઈને પત્ર લખ્યો છે. જે