________________
પત્રાંક-૬૭૯
૩૩૯ કારણ કે એ પણ Superiority of complex માં ન રહે. એ પણ એમ જ કહે કે ભાઈ ! આપણે બીજા જેમ વિચારોની આપ-લે કરે છે એમાં મારે પણ વિચારવાનું છે કે ક્યાંય મારી ભૂલ નથી થતી ને ? એમ સત્સંગમાં બેસતા એને પોતાને પણ એ ખ્યાલ રહે. આ એક સામુહિક પ્રયાસ છે કે જેમાં પોતાની ભૂલ ન દેખાતી હોય તો દેખાવાનો એક અવકાશ છે. એકલા એકલા પોતાની ભૂલ નહિ જડે. ચાર જણા બેઠા હોય ને વિચાર કરતા હોય ને પોતે વાત કરે તો બીજાને એમ થાય કે, ભાઈ ! તમે આ વાત કરી પણ આ વાતમાં આવો દોષ ન આવે ? મને તો એમ લાગે છે કે આ વાતમાં આવો પણ દોષ આવે. જરા ફરીને આ વાતને વિચારીએ તો પોતાને ખ્યાલ ન આવ્યો હોય એ બીજાને ખ્યાલ આવી જાય. અને જે ઉપદેશક તરીકેનું માન ચડવાનું છે એ પ્રસંગ ન રહે અને કોઈ વિદ્વાન કે વાંચનકાર હોય તો જ સત્સંગ અને સ્વાધ્યાય ચાલે એવી પાંગળી સ્થિતિ પણ ન રહે.
અહીંયાં તો જ્ઞાની બીજા જ્ઞાનીને-ભૂતકાળના જ્ઞાનીને ઓળખી લે છે એટલો મુદ્દો છે. ઠીક છે એ તો આપણે તો કાંઈ વિચાર્યું નથી પણ પ્રશ્ન નીકળે ત્યારે વાત વિચારમાં આવે છે. એ તો વિષયાંતર છે. અહીંયાં તો મુદ્દો જ્ઞાની જ્ઞાની વચ્ચેનો છે.
મુમુક્ષુ – એમાં પ્રશ્ન ઉઠે. પૂજ્ય ભાઈશ્રી – હા. એમાં એ પ્રશ્ન ઉઠે.
અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે.” એ જે આશય છે, આત્મહિતનો જે આશય છે એ પણ આત્મદશાના તારતમ્ય પ્રમાણે નીકળે છે. એટલે કે કોઈ જ્ઞાની વિશેષ ઉગ્ર પુરુષાર્થી હોય તોપણ એ વર્તમાન જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને એમ સમજી લે કે આ જ્ઞાનીની દશા ઘણી જોરદાર છે. આ જ્ઞાનીની દશા ઘણી પુરુષાર્થી જ્ઞાની છે. આ ભૂતકાળના કોઈ એકદમ તીવ્ર પુરુષાર્થી ધર્માત્મા લાગે છે. એ પોતે પકડી શકે છે. એનું જોર છે. વાણી ઉપરથી જે આશયનું જોર છે એ પણ પકડે. આશય પકડી લે નહિ, આશયનું જોર પણ પકડે. એટલે એનો પેટાભેદ થયો પાછો. આશય પકડે અને આશયનું જોર પણ પકડે.
આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય...” આ ત્રીજી વખત લીધું. તે આશય..” આ એક જ Paragraph માં ત્રીજી વખત શબ્દ વાપર્યો છે. તે આશય, વાણી પરથી વર્તમાન જ્ઞાનીપુરુષને સ્વાભાવિક દષ્ટિગત થાય છે. એને સ્વભાવિક જ દૃષ્ટિગત થાય છે. કેમકે એ પોતાનો વિષય છે. એ વિષયમાં પોતે નિપુણ છે, Expert છે એટલે એણે . સ્વભાવિકપણે.