________________
૨૮૦
રાજહૃદય ભાગ-૧૩ એને એવું ભાન આવવું પણ કઠણ પડી જાય છે. ઉલટાનું મુશ્કેલ થઈ જાય છે.
“તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે.” એમણે આ એક બહુ સારી વાત કરી છે કે, જો જીવ લૌકિક અભિનિવેશમાં વર્તે તો એ લોકસંજ્ઞાના પરિણામ એવા પરિણામ છે અથવા લોકસંજ્ઞાના પરિણામમાં એવા બાહ્યદૃષ્ટિવાળા પરિણામ છે એ, એટલી દષ્ટિ બહાર ચોટેલી રહે કે એ પોતાના અંતર પરિણામ ઉપર લક્ષ આપી શકે એવી પરિસ્થિતિમાં એ જીવ આવી શકતો નથી. આવી પરિસ્થિતિમાં આવી જાય છે.
ફરીથી, સંગપરિત્યાગ કરીને દીક્ષાદિ ગ્રહણ કર્યા પછી પણ જો જીવ પોતાના પરિણામનો ખ્યાલ ન રાખી શકતો હોય તો ગૃહસ્થ વ્યવહારમાં વર્તે અને લૌકિક અભિનિવેશપૂર્વક વર્તે એવી પરિસ્થિતિ હોય. એને તો પોતાના પરિણામ ઉપર દૃષ્ટિ દેવાનું કદિ બને નહિ. એને તો લોકો ઉપર અને સમાજ ઉપર જ દષ્ટિ રહ્યા કરે. સમાજ શું કહે છે ? સમાજ શું કહેશે ? સમાજમાં આનો પ્રતિભાવ શું પડશે ? સમાજને અનુકૂળ પડશે કે નહિ? સમાજને અનુકૂળ થાય એવું આપણે શું શું કરવું જોઈએ ? એટલે એ તો લોકસંજ્ઞાને લઈને લોકો ઉપર જીવના એટલા બધા બાહ્ય પરિણામ આવી જાય છે કે પોતાના પરિણામને તપાસવા, અવલોકન કરવું કે એમાં સુધાર-બગાડ થયો છે એનો ખ્યાલ રાખવો. બગાડ થયો હોય તો નુકસાન વધ્યું છે, સુધાર થાય છે કે નહિ? એ કાંઈ એને વિચારણા, સ્વલક્ષી વિચારણા બંધ થઈ જાય છે. લોકંજ્ઞાના પરિણામ કેટલા બધા ભયંકર છે એનો સંકેત આ જગ્યાએથી મળે છે.
ફરીને, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુઃસાધ્ય હોવું જોઈએ.” એ તો ઘણું કઠણ પડી જાય પછી, ઘણું દુઃસાધ્ય થઈ જાય છે. એ જીવ એ બાહ્યદષ્ટિ ફેરવીને પોતાના તરફ જોઈ શકે એ વાત એને એના માટે ઘણી અઘરી પડી જાય છે. એ વિષયની અંદર એ ભાવમાં ઘણો દૂર નીકળી જાય છે.
મુમુક્ષુ :- એનું લક્ષ તો સમાજ ઉપર રહ્યા જ કરે.
પૂજ્ય ભાઈશ્રી - રહ્યા જ કરે. એને એટલી બધી એ બાબતની ચિંતા અને સાવધાની રહે. મૂળ શું છે ? લોકસંજ્ઞાને લઈને એટલી બધી સાવધાની રહે કે લોકોને શું લાગશે ? લોકો શું વિચારશે ? લોકો કેવો પ્રતિભાવ આપશે ? લોકોને