________________
૪૯
પત્રાંક-૬૮૨ પ્રવૃત્તિમાં કાંઈપણ વિશેષ બહારમાં માનપાન મેળવવા જતાં કાંઈપણ લપસવાનું કારણ થાય એવું શા માટે કરવું ? છોડો આપણે. આપણે કાંઈ એમાં જાવું નથી. આપણે તો આત્મકલ્યાણ કરવા નીકળ્યા છીએ. આપણે આપણું કરો. એવો એક પત્ર છે. ઘણું કરીને ૨૩મા વર્ષમાં છે. લીધું હતું ને? કે પ્રભાવના કરો, પ્રભાવના કરી એ વાત આપણે આવે છે ને ? પાનું-૪૨૦. પત્ર છે પર૩. Paragraph પડે છે ત્યારથી. મોટો Paragraph છે ને એમાં.
“અનેક જીવોની અજ્ઞાનદશા જોઈ, વળી તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઇચ્છાએ અજ્ઞાનમાર્ગ પામતા જોઈ તે માટે અત્યંત કરુણા છૂટે છે, અને કોઈ પણ પ્રકારે આ મટાડવા યોગ્ય છે એમ થઈ આવે છે કે આને સાચો રસ્તો બતાવવો જોઈએ. અથવા તેવો ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે...” કે આ ખોટા રસ્તે છે, સાચા રસ્તે આવે તો સારું. “તથાપિ તે થવા યોગ્ય હશે તે પ્રકારે થશે, અને જે સમય પર તે પ્રકાર હોવાયોગ્ય હશે તે સમયે થશે, એવો પણ પ્રકાર ચિત્તમાં રહે છે....” એટલે કોઈ એવો માર્ગ ચીંધવાનું પણ જ્યારે બનવાનું હશે ત્યારે બનશે.
કેમકે તે કરુણાભાવ ચિંતવતાં ચિંતવતાં.” બીજા જીવોની કરુણાવૃત્તિ ચિંતવતા-ચિંતવતા “આત્મા બાહ્ય માહાસ્યને ભજે એમ થવા દેવા યોગ્ય નથી.” કેમકે પોતે બીજાને માર્ગ ચીંધે ત્યારે એનો બહાર નો મહિમા વધી જાય. બીજા મહિમા કરવા લાગે પણ પોતે બાહ્ય માહાભ્યને ભજી જાય કે બીજા મને મોટાઈ આપે. બીજા મને મોટાઈ આપે. બીજા મારો મહિમા કરે “એમ થવા દેવા યોગ્ય નથી; અને એમ થાય તો હજુ કંઈક તેવો ભય રાખવો યોગ્ય લાગે છે. પોતાનો બહારમાં મહિમા વધી જાય એનો ભય રાખવો યોગ્ય લાગે છે. આ પોતે વિચારી રાખ્યું છે. પોતાને માટે આ એમણે વિચારી રાખ્યું છે કે જરાય લપસવું નથી.
એટલે એ પોતે જે અંતરંગ કારણવિશેષ પ્રગટ્યું છે એવા આત્માના વેદનમાં પડ્યા છે અને એને લઈને બાહ્ય પ્રવૃત્તિ સહેજે સહેજે ઓછી કરે છે તો એ યોગ્ય જ લાગે છે. એમાં કાંઈ અયોગ્ય લાગતું નથી. ભલે બીજાને લાભ ઓછો મળે છે પણ છતાં પણ એ પોતાને યોગ્ય લાગ્યું છે. નહિતર બીજાને ન્યાય ઓછો મળે છે. અન્યાય થાય છે. છતાં પણ પારમાર્થિક ન્યાય પોતાના આત્માને આપે છે. પછી વ્યાવહારિક ન્યાયનો વિચાર કરે છે. એમ છે. બહુ ઊંડાણથી વિચારવા જેવો વિષય છે. (અહીં સુધી રાખીએ.)