________________
પત્રાંક-૬૮૭
૪૩૧ છે, એ જોનાર એ રહસ્યનો ઉકેલ પણ શોધે છે. કેમકે એને આત્મા પ્રાપ્ત કરવો છે. કઈ રીતે પ્રાપ્ત થાય એ એક રહસ્યભૂત વિષય છે. અને પોતે એનાથી અનાદિથી અજાણ્યો છે. કેટલીક વાત શાસ્ત્રો દ્વારા સમજવા મળે છે પણ એનું રહસ્ય પકડાતું નથી. ક્ષયોપશમમાં, ધારણામાં શક્તિ હોવાથી કેટલીક વાત ધારણાગમ્ય, ક્ષયોપશમાગમ થાય છે, બુદ્ધિગમ્ય થાય છે પણ વસ્તુ વિકલ્પાતિત છે અને વસ્તુને પામવાની અવસ્થા પણ વિકલ્પાતીત છે. સમ્યગ્દર્શન અને અનુભવ પણ વિકલ્પાતીત નિર્વિકલ્પ છે. એટલે એ રહસ્યમય છે. એવા રહસ્યને કહેનાર કાંઈક ખોલી શકે છે કે ખોલે છે, આ પણ એ જોવે છે. જે રહસ્યની જિજ્ઞાસામાં હું ઊભો છું, જે વિષયમાં મારી મૂંઝવણ છે, જેને દર્શનપરિષહ કહેવામાં આવે છે એ રહસ્યને કોઈ ખોલે છે અને એ ખોલીને મૂકે છે એવી કોઈ પરિસ્થિતિ છે ? અને પોતાને એ સંબંધીનું કાંઈક મૂંઝવણ ટળવાનો યોગ બને છે એની વાણીથી. એવો કોઈ પ્રકાર નિમિત્તનૈમિત્તિક સંબંધ ભજે ત્યારે પણ તે ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ જ્ઞાનીપુરુષને ઓળખી શકે છે. એ વખતે એને પ્રતીતિ આવે છે કે અવશ્ય આ કોઈ જ્ઞાનીપુરુષ છે. નહિતર આવું રહસ્ય, અનુભવનું રહસ્ય અનુભવપદ્ધતિથી કહેવું એ જ્ઞાની પુરુષ સિવાય કહી શકે નહિ.
અથવા ઉપાસ્ય એવો જે આત્મા. પોતે દેવ છે ને ? ઉપાસ્ય દેવ છે. ઉપાસ્ય એવો જે આત્મા, એ આત્મા દર્શાવતા જેની ઉપાસના વ્યક્ત થઈ જાય છે. શું થાય છે ? જ્ઞાનદશાની વિલક્ષણતા શું છે ? જે ઉપાસ્ય દેવને દર્શાવતા જેની ઉપાસનાનો ભાવ આવિર્ભાવ થઈ જાય છે. એની લુખ્ખી વાણી નથી આવતી. આત્મરસથી ભીંજાયેલી વાણી આવે છે. અને એ આત્મા અમૃતપિડ હોવાથી એ વાણીમાં પણ અમૃત જેને કહી શકાય એવો કોઈ અપૂર્વ પદાર્થનો અપૂર્વ ભાવ વ્યક્ત કરનારી ભાષાને અપૂર્વ વાણી, પરમકૃત કહેવામાં આવે છે. એ લક્ષણ એમણે આત્મસિદ્ધિ માં બાંધ્યું છે કે, “અપૂર્વ વાણી પરમકૃત સદ્ગુરુ લક્ષણ યોગ. આને અમે સદગુરુ કહીએ છીએ. “આત્મસિદ્ધિમાં એમણે એ લક્ષણ બાંધ્યું છે.
એ પણ જેને લક્ષણ એ પ્રકારનું છે તે પદાર્થ અપૂર્વ છે, સ્વભાવ અપૂર્વ છે. એને વ્યક્ત કરતી વાણી વખતના ભાવો પણ અપૂર્વ છે. અને શ્રવણ કરનાર ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુને પણ અંદરમાં અપૂર્વતા ભાસે છે. પોતાને અપૂર્વતા ભાસે છે કે આ આત્મપદાર્થ વિષેનો આ પ્રકાર મેં કદી સાંભળ્યો નથી. એવી અંતર રહસ્યને લઈને આવતી વાણી, કષાયના અભાવસ્વરૂપે રહેલું જે પોતાનું પરમતત્ત્વ, એની