________________
રાજહૃદય ભાગ-૧૩
૨૨૨
પોતાના સત્સંગની અંદર મુમુક્ષુ કેવી રીતે વાત કરે ?
કહે છે, પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત...’ આટલું વિશેષણ વાપર્યું છે. ઓઘસંજ્ઞાએ નહિ. આત્મકલ્યાણનો માર્ગ એનું કારણ થાય એવા પ્રકારે. સત્પુરુષ છે તે આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની હોવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાનું એક સ્થાન છે. અને આ કાળમાં તો અત્યારે એક જ સ્થાન રહેલું છે. એવી જ લગભગ પરિસ્થિતિ છે. એટલે એણે એવા સત્પુરુષની ભક્તિ,...' એના પ્રત્યે ભક્તિ કરવી જોઈએ, એના પ્રત્યે ભક્તિ હોવી જોઈએ, એની ઓળખાણપૂર્વકની ભક્તિ હોવી જોઈએ. ઓઘસંજ્ઞાએ ભક્તિ થતી હોય તોપણ એ ઓઘસંજ્ઞામાં ન રહેવું જોઈએ. પરિચયમાં જઈને એમના અંતરંગ સુધી પહોંચીને એમનો પરિચય વિશેષ કરીને એમની ઓળખાણપૂર્વકની ભક્તિ એ ૫૨માર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત ભક્તિ છે. ઓઘભક્તિ છે એ ૫૨માર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત છે એમ સીધું લાગુ પડતું નથી. આ સીધું લાગુ પડે છે. પછી કોઈ ઓઘસંશા છોડે તો એને પરંપરા ગણવામાં આવે. પણ ખરેખર તો જે ઓળખીને ભક્તિ કરે છે એને જ ૫રમાર્થના માર્ગને અનુસરવારૂપ કારણ ગણવામાં આવે. કારણ કહો કે હેતુ કહો.
એવા પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ,...' કેવા કેવા ગુણ પ્રગટ થાય છે. કેમકે અનંત ગુણ પ્રગટે છે. તો કેવા કેવા ગુણ પ્રગટ્યા છે ? શ્રદ્ધા કેવી પ્રગટે છે ? આચરણ કેવા હોય છે ? એનું સમ્યગ્નાન કેવું હોય છે ? એક એક ગુણ પ્રગટે એના ધર્મો કેવા હોય છે ? સમ્યજ્ઞાનના કેવા ધર્મો હોય છે ? સ્વરૂપાચરણના કેવા ધર્મો હોય છે ? સમ્યક્ શ્રદ્ધાનના કેવા ધર્મો હોય છે ? એ બધો વિષય વિસ્તારથી લેવો. અને એમાં પુરાણોના દૃષ્ટાંતો આવે છે કે, જુઓ ! ક્ષાયિક સમ્યગ્દષ્ટિઓને ચારિત્રના પરિણામની અંદર ચારિત્રમોહના ઝંઝાવાત ઉત્પન્ન થયા ત્યારે પણ, એ ક્યારે પણ ક્ષાયિક સમ્યગ્દર્શનથી અથવા શ્રદ્ધાથી મુત થયા નથી. એવા એવા અનેક પ્રકારે ગુણગ્રામ કરવાના પ્રસંગો, સત્પુરુષોના ગુણગ્રામ કરવાના પ્રસંગો પોતે ચર્ચામાં લે, સત્સંગમાં લે.
સત્પુરુષ પ્રત્યે પ્રમોદભાવના...' એમના પ્રત્યે બહુમાન વધતું જાય. એમના ગુણગ્રામ અને ભક્તિનો વિષય ચાલતા તે તે પ્રકારના પ્રમોદિત ભાવો. પ્રમોદિત ભાવો એટલે એકદમ બહુમાનનો ઉત્સાહ આવે એવા પ્રમોદિત ભાવો. એવી પ્રમોદભાવના થાય એવો પ્રકાર લે અને સત્પુરુષ પ્રત્યે વિરોધ હોય તો ટળી જાય.